જાહેરમાં ગંદકી ચાલુ રાખતા ઉમિયા ચોકની પાનની 8 દુકાન સીલ

Local | Rajkot | 02 July, 2024 | 04:17 PM
1પ0 ફુટ રીંગ રોડ પર ચેકીંગમાં બેદરકારી બદલ દંડ છતાં વેપારીઓ ન સુધર્યા : એક દિવસમાં સૌથી વધુ દુકાનો સીલ કરતું કોર્પો.
સાંજ સમાચાર

રાજકોટ, તા. 2

રાજકોટમાં પ્લાસ્ટિકનો ઉપયોગ અને ગંદકી ફેલાવવા બદલ મનપા દ્વારા કડક દંડનીય કાર્યવાહી તો ચાલી જ રહી છે. તેવામાં ગઇકાલે 1પ0 ફુટ રીંગ રોડ પર ઉમિયા ચોક પાસે આવેલ પાનની આઠ દુકાનો એક સાથે સોલીડ વેસ્ટ શાખાએ સીલ કરી નાંખતા ચા-પાન સહિતના ધંધાર્થીઓમાં ફફડાટ મચી ગયો છે. 

શહેરમાં ઉમીયા ચોક, 150 ફિટ રીંગ રોડ પર આવેલ (1) ખોડલ પાન, (2) માધવ ડીલકસ પાન, (3) પટેલ પાન, (4) પ્યાસા પાન, (5) શ્રી ઉમિયાજી પાન, (6) આધ્યશક્તિ હોટલ, (7) બજરંગ પાન અને (8) ક્રિષ્ના પાન એમ, કુલ 8 દુકાનો દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવા બદલ નોટીસો  આપવામાં આવી હતી અને દંડ પણ વસુલ કરવામાં આવ્યો હતો.  એક વખત દંડ થાય એટલે દંડ ભરીને વાત પૂરી તેમ ઘણા ધંધાર્થી માનતા હોય છે. પરંતુ દંડ ભર્યા બાદ બેદરકારી  ચાલુ રાખવામાં આવતી હોય, કોર્પો. દ્વારા ક્રોસ ચેકીંગ ચાલુ રાખવામાં આવે છે. તેના ભાગરૂપે ગઇકાલે આ તમામ  આઠ દુકાનો આજુબાજુ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં દુકાનો બહાર કચરો ફેંકવા અને ગંદકી કરવાની પ્રવૃતિ ચાલુ હોય, આ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા છે.

ઉમિયા ચોકમાં સોલીડ વેસ્ટની ટીમે તપાસ કરતાં શોપની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી (1) ખોડલ પાન, (2) માધવ ડીલકસ પાન, (3) પટેલ પાન, (4) પ્યાસા પાન, (5) શ્રી ઉમિયાજી પાન, (6) આધ્યશક્તિ હોટલ, (7) બજરંગ પાન અને (8) ક્રિષ્ના પાન એમ, કુલ 8 શોપના સંચાલકોને નોટીસ આપીને ધી જી. પી. એમ. સી. એક્ટ - 1949ની કલમ - 376 એ હેઠળ સીલ કરાયાનું પર્યાવરણ અધિકારીઓએ  જણાવ્યું હતું.

►પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા વધુ 73 વેપારીઓ ઝડપાયા

જાહેરમાં ગંદકી કરનારા પાસેથી રૂ।1700નો વહીવટ ચાર્જ વસુલ

રાજકોટ,તા.2
ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. કુલ 73આસામીઓ પાસેથી 3.085 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.11700/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 36 આસામીઓ પાસેથી 1.265 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક  જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ 7700/-નોવહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

 વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 21 આસામીઓ પાસેથી 1.95 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક  જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ 5700/-નોવહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઈસ્ટ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પરઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 16આસામીઓ પાસેથી 0.59કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીકજપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથીરૂ.4300/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj