ભીમ અગિયારસ પૂર્વે જુગારીઓની મોજ બગાડતી પોલીસ: 11 દરોડામાં 71 આરોપી ઝબ્બે, 2.71 લાખની રોકડ ઝપ્ત

Crime | Rajkot | 17 June, 2024 | 04:09 PM
રૈયાધાર, કાળીપાટ, ગોંડલ, જસદણ, કોટડાસાંગાણી, દેરડીકુંભાજીમાં શહેર અને ગ્રામ્ય પોલીસની કાર્યવાહીથી ભીમ અગિયારસના આગલા દિવસે જ બાઝીગરોમાં ફફડાટ
સાંજ સમાચાર

રાજકોટ તા.17

ભીમ અગિયારસ આવતા જ  જુગારીઓએ  પાટલા માંડી દેતાં પોલીસ એક્શન મોડમાં આવી છે. ભીમ અગિયારસના પર્વ પર જુગાર રમતાં સંખ્યાબંધ જુગારીઓને પોલીસે પકડી પાડયા છે. રાજકોટના ગ્રામ્ય અને શહેરમાં પોલીસે અલગ અલગ 11 દરોડા પાડી 71 જુગારીઓની ધરપકડ કરી રૂ.2.71 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

દરોડાની વિગત મુજબ આટકોટ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન સાણથલી ગામે પટેલ સમાજ વાડીની બાજુમાં જુગાર રમતાં હસમુખભાઇ પરબતભાઇ ધડુક (ઉ.વ.42), કુલદીપ મનસુખભાઈ સાવલીયા (ઉ.વ.30), જયદિપ વિઠ્ઠલભાઈ વેકરીયા (ઉ.વ.19), રાજેન્દ્રસિંહ જિલ્લુભા સરવૈયા (ઉ.વ.45), પ્રકાશભાઈ રમેશભાઈ ધડુક (ઉ.વ.30), અજયભાઈ ચંદુભાઈ ધડુક (ઉ.વ.37), જયસુખભાઈ બટુકભાઈ હરસોરા (ઉ.વ.42)(રહે તમામ સાણથલી ગામ,તા. જસદણ) ને દબોચી લઈ રોકડ રૂ.74700 કબ્જે કર્યા હતા.

બીજા દરોડાની વિગત મુજબ ગોંડલ સિટી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલ કે ગોંડલના કંટોલીયા રોડ સ્મશાન પાસે જુગાર રમતાં હોવાની બાતમીના આધારે દરોડો પાડી મયુરભાઇ રવજીભાઇ રૈયાણી (ઉ.વ.47, રહે. ભોજરાજપરા શેરી નં 07, ગોંડલ), સંજયભાઈ રમેશભાઈ ધડુક (ઉ.વ.35), અશ્વિનભાઈ નાગજીભાઈ ભુત (ઉ.વ.40), જગદીશભાઇ વિઠ્ઠલભાઈ પડાલીયા (ઉ.વ.40,રહે.રામોદ તા.કોટડા સંગાણી),  ભાવેશભાઇ દેવશીભાઇ કોટડીયા
(ઉ.વ.47 રહે.ભોજરાજપરા શેરી નં 07, ગોંડલ) ને પકડી પાડી રોકડ રૂ.32390 કબ્જે કરી જુગારધારાનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

ત્રીજા દરોડાની વિગત મુજબ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ગોંડલમાં આશાપુરા ચોકડી નજીક ખોડીયાર હોટલની સામેની બાજુના કારખાના વીસ્તારમાં પત્તા ટિંચતા મુકેશભાઈ માવજીભાઈ વિરડીયા (ઉ.વ.55), વિમલભાઈ પરસોતમભાઇ કોટડીયા (ઉ.વ.44), ભરતભાઈ રામજીભાઈ કટકીયા (ઉ.વ.40), જયેશભાઈ ભીખાભાઈ મકવાણા (ઉ.વ.48), મીતેશભાઈ પ્રવીણભાઈ કાનાબાર (ઉ.વ.37)(રહે તમામ ગોંડલ) ને પકડી પાડ્યા હતા. પોલીસે રોકડ રૂ.25,740 કબ્જે કર્યા હતા.

ચોથા દરોડામાં જસદણ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન  ખાનગી રાહે બાતમી હકિકત મળેલ હોય કે, બાખલવડ ગામથી પોલારપર ગામ જવાના રસ્તે રોડના કાંઠે શેરીમાં જુગાર રમતાં હોવાની બાતમી આધારે દરોડો પાડી રવિ વિનુભાઈ ચોવસીયા (ઉ.વ.28, રહે. ગઢડીયા રોડ, જસદણ), આનંદ ભરતભાઈ મકવાણા (ઉ.વ.23, રહે. જસદણ), અશ્વિન મોહનભાઈ બાવળીયા (ઉ.વ.27), રમેશ ગોરધનભાઇ પલાળીયા (ઉ.વ.27), રાહુલ વલ્લભભાઈ ડાંગર (ઉ.વ.22),  લાલજીભાઈ ગોપાલભાઈ વાટીયા (ઉ.વ.31), લાલજીભાઈ મનસુખભાઈ આંધાણી  (ઉ.વ.31) (રહે તમામ બાખલવડ ગામ તા.જસદણ), વિશાલ સાદુળભાઈ રામ (ઉ.વ.25, જસદણ) ને દબોચી લઈ પોલીસે રોકડ રૂ.18,860 કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાંચમાં દરોડાની વિગત અનુસાર જસદણ પોલીસે  બાતમીનાં આધારે દરોડો પાડી વિંછીયા રોડ, આશોપાલવ પાન વાળી શેરીમાંથી જુગાર રમતાં અશોક વશરામભાઇ સૌરાણી (ઉ.વ.34, રહે. જસદણ), દેહાભાઈ ધોધાભાઇ સોરાણી (ઉ.વ.47, જસદણ),  દિનેશ કુરજીભાઈ સાંકળીયા (ઉ.વ.23, રહે.પોલારપર ગામ તા.જસદણ), અરવિંદભાઈ વાલજીભાઈ પલાળીયા (ઉ.વ.27, રહે, પોલારપર ગામ, તા.જસદણ), અજય ઠાકરશીભાઈ તાવીયા (ઉ.વ.25 રહે.વિછીયા રોડ, જસદણ),  દામજીભાઈ બોધાભાઇ નાગડકીયા (ઉ.વ.28 રહે, પોલારપર ગામ તા.જસદણ), રાહુલ માવજીભાઈ સૌરાણી (ઉ.વ.19 રહે. જસદણ) ને પકડી પાડ્યા હતા. પોલીસે રોકડ રૂ.11,720 કબ્જે કર્યા હતા.

 આ ઉપરાંત જસદણ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ખાનગી રાહે હકિકત મળેલ કે કોઠિ ગામની સીમ વિસ્તારમાં નારીયા ડુંગર નીચે જુગાર રમતાં હોવાની બાતમી મળી હતી જે સ્થળે દરોડો પાડી રોહિત ધીરૂભાઈ રોજાસરા (ઉ.વ.28, રહે. નાની લાખાવાડ ગામ, પાંચકોશી સીમ વિસ્તાર, તા.જસદણ), કિશનભાઇ વસનભાઈ બાવળીયા (ઉ.વ.25, રહે. જસદણ), સાગર શૈલેષભાઈ કુકડીયા (ઉ.વ.22, રહે. કનેસરા ગામ, તા.જસદણ), વિપુલભાઈ ભનુભાઈ હાંડા (ઉ.વ.34), અનીલ કેશુભાઈ ઝાપડીયા (ઉ.વ.30), ભગવાનભાઈ રામજીભાઇ સાપરા (ઉ.વ.51),  મહેશભાઈ વલ્લભભાઈ વાવડીયા (ઉ.વ.51)(રહે તમામ કોઠિ ગામ, તા.જસદણ) ને દબોચી લીધા હતા. પોલીસે રોકડ રૂ.35,770 કબ્જે કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સાતમા દરોડાની વિગત મુજબ કોટડા સાંગાણી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમીનાં આધારે દરોડો પાડી કરમાળ પીપળીયા ગામમાં પત્તા ટિંચતા અરવિંદભાઈ ઉકાભાઈ પાતાણી (ઉ.વ.39), અનીલભાઈ હરસુખભાઈ પાતાણી (ઉ.વ.36), હરેશભાઈ રામજીભાઈ સીતાપરા (ઉ.વ.46), ભાવેશ રમેશભાઈ પરમાર (ઉ.વ.26), જયેશભાઇ ગોવિંદ ભાઇ પાતાણી (ઉ.વ.34) (રહે તમામ કરમાળ પીપળીયા ગામ તા. કોટડા સાંગાણી) ને પકડી પાડી રોકડ રૂ.11,250 કબ્જે કર્યા હતા.

આઠમા દરોડાની વિગત મુજબ સુલતાન પુર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે ગીરીશ ઉર્ફે જીગ્નેશ તુલસીભાઈ હોથી દેરડી ગામે આવેલ હાઇસ્કુલ સામે પટેલ ફર્નિચર નામની દુકાનમાં જુગાર ક્લબ ચલાવે છે જે બાતમીનાં આધારે દરોડો પાડી ગીરીશ ઉર્ફે જીગ્નેશ તુલસીભાઇ હોથી (ઉ.વ.40),અનકભાઈ ભાણભાઈ ખુમાણ (ઉ.વ.39),  રોહીત ઉર્ફે જીગાભાઇ મનુભાઈ વામજા (ઉ.વ.42), નરેશભાઈ અમરશીભાઇ સેખલીયા (ઉ.વ.40), રજનીભાઇ નટુભાઇ સાંગાણી (ઉ.વ.29), કેતનભાઈ મનસુખભાઈ રાછડીયા (ઉ.વ.40), ઉદય નાનુભાઈ પરમાર (ઉ.વ.28), નીલેશભાઈ ચંદુભાઈ સરવૈયા (ઉ.વ.39), ભદ્રેશભાઈ ધીરૂભાઇ ગોડલીયા (ઉ.વ.42), ઉત્તમભાઈ રાજેશભાઈ સાગાણી (ઉ.વ.22) ( રહે તમામ.દેરડી કુંભાજી ગામ તા. ગોંડલ) ને દબોચી લીધા હતા. પોલીસે રોકડ રૂ.27,260 કબ્જે કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહિ કરી હતી.

આ ઉપરાંત સુલતાનપુર પોલીસે દેરડી કુંભાજી ગામે વનરાવન સોસાયટીમાં જુગાર રમતાં  રમેશભાઇ બચુભાઇ સોલંકી (ઉ.વ. 42), રોહીત કેશુભાઈ સોલંકી (ઉ.વ.34), અશોકભાઈ પ્રાગજીભાઈ સોલંકી (ઉ.વ. 44),હરેશભાઈ ડુંગરભાઈ સોલંકી (ઉ.વ.33), સુરેશ કેશુભાઇ સોલંકી(ઉ.વ.27) (રહે તમામ.દેરડી કુંભાજી વનરાવન સોસાયટી તા.ગોંડલ) ને દબોચી લીધા હતા. પોલીસે રોકડ રૂ.12,290 કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દસમાં દરોડાની વિગત મુજબ આજીડેમ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ખાનગી રાહે હકિકત મળેલ કે કાળીપાટ ગામમાં ભલાભાઈ રામભાઈ ચાંડપા પોતાના રહેણાંક મકાનમા માણસો બોલાવી જુગાર રમાડે છે જે બાતમીનાં આધારે દરોડો પાડી ભલાભાઈ રામભાઈ ચાંડપા (ઉ.વ.65 રહે. કાળીપાટ ગામ
જી.રાજકોટ), ભલાભાઇ જસાભાઇ ચાંડપા (ઉ.વ.54 રહે- કાળીપાટ ગામ), ભુપતભાઈ મુળજીભાઈ તલસાણીયા

(ઉ.વ.52 રહે- લક્ષ્મિ સોસાયટી શેરી નં-2,રાજકોટ),બટુકભાઈ ભુરાભાઈ મોલીયા (ઉ.વ.63, રહે.મહીકા ગામ જી.રાજકોટ), કાનજીભાઈ જીણાભાઇ વઘેરા (ઉ.વ.36, રહે. રાજસમઢીયાળા ગામ, રાજકોટ) ને દબોચી લઈ રોકડ રૂ.11610 કબ્જે કર્યા હતા.વધુ એક જુગારની વિગત મુજબ રાજકોટ એલસીબી ઝોન-2 નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમીનાં આધારે દરોડો પાડી રાણીમાં રૂડીમા ચોકની સામે જતા રસ્તા ઉપર જાહેરમાં પત્તા ટિંચતા સલીમભાઈ કાસમભાઈ સોરા, સુલતાનભાઈ શરીફભાઇ ઠેબા (ઉ.વ.38), વશરામભાઇ ઉકાભાઈ સોહેલીયા (ઉ.વ.45), કાનજીભાઈ ઉકાભાઈ સોહેલીયા (ઉ.વ.50) (રહે તમામ રૈયાધાર અમરીકા વેલડીંગ પાસે, રાજકોટ), અબ્દુલભાઇ ઇબ્રાહીમભાઇ રાવકૈયડા (ઉ.વ.31, રહે.એકતા સોસાયટી બ્લોકનં.722 જામનગર રોડ રાજકોટ), યુસુફભાઈ સુલેમાનભાઈ હીંગોરા (ઉ.વ.25, રહે. એકતા સોસાયટી બ્લોકનં.552 જામનગર રોડ રાજકોટ) તેમજ  આદમભાઇ વલીમામદભાઈ રાવકૈયડા (ઉ.વ.50 રહે.રકકા ગામ, તા.લાલપુર જી.જામનગર) ને પકડી પાડ્યા હતા. પોલીસે રોકડ રૂ. 10320 કબ્જે કર્યા હતાં.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj