મોરબીમાં 11 વર્ષ પહેલા આરંભાયેલી સંસ્થા પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર આજે વટવૃક્ષ બન્યું

Local | Morbi | 03 July, 2024 | 01:51 PM
શરૂઆતના તબકકામાં સંસ્થા પાસે કોઈપણ દાતા ન હોય તેથી સંધ્યા ભોજનની વ્યવસ્થા જલારામ મંદિર ખાતે કરાઈ
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.3
આજથી 11 વર્ષ પૂર્વે નેત્રહીનોના પુનર્વસન અંગે મોરબી શહેરમાં પ્રવૃત્તિઓ શરૂ કરવાનો વિચાર આવેલ પણ આ કાર્ય ખૂબ જ કઠિન હતું.કારણ કે મોરબી શહેર નેત્રહીનોથી સંપૂર્ણ અજાણ હોય અને ક્યારે પણ અંધજનોના પુનર્વસન તેમજ શિક્ષણ બાબતના કોઈપણ પ્રયાસો મોરબી શહેરમાં થયેલ ન હોય તેથી આ વાત કઠીન હતી.મોરબી શહેરમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સ્થાપવાની રજૂઆત લઈ સુરેન્દ્રનગર ખાતે ચાલતી સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સ્થાપક દંપતિ પદ્મશ્રી મુક્તાબેન પંકજભાઈ ડગલી તથા પંકજભાઈ ડગલી  પાસે રજૂઆત કરવામાં આવી .

તેમના તરફથી આ કાર્યને આગળ વધારવા માટે માર્ગદર્શન મળે તે હેતુથી મોરબી શહેરના ખાનપર ગામના રહેવાસી રામદેવસિંહ જાડેજા સુરેન્દ્રનગર ગયેલ તેમની વાત સાંભળી સુરેન્દ્રનગરના સ્થાપક દંપતી પદ્મશ્રી મુક્તાબેન પંકજભાઈ ડગલી રામદેવસિંહ સાથે સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજના નેજા હેઠળ સંસ્થા શરૂ કરવાની વાત કરી અને સૌ પહેલા 2013 માં મોરબી શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું સંસ્થાની શરૂઆત કરવાની પહેલ કરવામાં આવી ધીરે ધીરે કરતાં સમય આગળ વધતો ગયો અને મુક્તાબેન અને પંકજભાઈ પાસે મોરબી નિવાસી હાતિમભાઈ રંગવાલાએ એજ્યુકેશન પ્રાપ્ત કરેલ હોય.

તેથી તેની મુલાકાત થઈ અને સંસ્થાને આગળ લઈ જવા માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી.મુક્તાબેન અને પંકજભાઈ સહર્ષ આ વાતને સ્વીકારી ત્યારબાદ મોરબી સિવિલ હોસ્પિટલ ચોક ખાતે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર ઓફિસ સ્થાપવામાં આવી હાતિમ ભાઈ રંગવાલાના પ્રયાસથી મોરબીના પ્રતિષ્ઠિત દેવકરણભાઈ આદ્રોજાની મુલાકાત પંકજભાઈ ડગલી સાથે કરાવી ત્યારથી જ સંસ્થાએ પ્રગતિની શરૂઆત કરી હતી.

મોરબી શહેર ઘડિયાળ ઉદ્યોગ માટે પ્રખ્યાત હોય અજંતા ઓર્પેટના માલિક પ્રવીણભાઈ ભાલોડીયા સાથે મુલાકાતનો અવસર મળ્યો અને અંધજનો માટે તેમની ફેક્ટરીમાં રોજગારી માટે મુલાકાત થઈ મુલાકાત ખૂબ જ સારી અને કારગર સાબિત થઈ પ્રવીણભાઈ ભાલોડીયા દ્વારા તેમની કંપનીની સંપૂર્ણ વિઝીટ મુક્તાબેન તથા પંકજભાઈ ડગલી તથા હાતિમભાઈ રંગવાલા અને સહયોગ સાથે પૂર્ણ કરી અને નેત્રહીનોને ખૂબ સારી રીતે ફેક્ટરીમાં ઘણા બધા કામો નોર્મલ વ્યક્તિ સાથે રહીને સહેલાઈ પૂર્વક કરી શકે તેવા કામોમાં પ્રવીણભાઈએ 30 નેત્રહીનોને તબક્કાવાર રોજગાર આપવાની ખાતરી આપી સારી શરૂઆત થઈ પણ હજી મૂંઝવણ હતી હોસ્ટેલ શરૂ કરવા માટે સંસ્થા પાસે કોઈપણ જગ્યા ન હતી.

હાતિમ રંગવાલા દ્વારા મોરબીની વિવિધ જગ્યા પર સંસ્થા શરૂ કરવા માટે મકાનની શોધખોળ ચાલુ રાખી હતી. તે દરમિયાન દેવકરણભાઈ આદ્રોજા દ્વારા મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સતવારા સમાજની વાડી પાછળ પરસોતમ ચોકમાં શ્રી કલ્યાણદાસ બાપુની ખાલી રહેલ જગ્યા સંસ્થા માટે ઉપયોગ હોય તેવી રજૂઆત કરી અને કલ્યાણદાસ બાપુ પાસેથી ત્રણ વર્ષ માટે જગ્યાની મંજૂરી મેળવી આશરે પાંચ લાખ રૂપિયાનો ખર્ચ કરીને સંસ્થા મોરબી ખાતે કાર્યરત થઈ.

શરૂઆતના તબક્કામાં સંસ્થા પાસે કોઈપણ દાતા ન હોય તેથી સંધ્યા ભોજનની વ્યવસ્થા જલારામ મંદિર ખાતે દેવાકર દાદા દ્વારા કરવામાં આવી અને બપોરના ભોજન વ્યવસ્થા ફ્રી ટિફિન સર્વિસ દ્વારા કરવામાં આવી હતી.દસ વ્યક્તિથી શરૂ કરેલ આ સંસ્થા ધીરે ધીરે મોરબી શહેરની અલગ અલગ ફેક્ટરીઓમાં રોજગારના શોધખોળ કરવા લાગી અને એક વર્ષમાં 16 નેત્રહીનો રોજગારી કરતા થઈ ગયા.આ દરમિયાન દેવકરણભાઈ આદ્રોજા દ્વારા મોરબીના માજી ધારાસભ્ય ગોકળદાસભાઈ પરમાર સાથે સંપર્ક થયો અને તેમની સંસ્થાની 10,000 સ્ક્વેરફુટની જગ્યા મોરબીના લક્ષ્મીનગર ગામે કોઈ સંસ્થાને ભેટ રૂપે આપવાની વાત થઈ.

દેવકરણભાઈ આદ્રોજાના  પ્રયત્નોથી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રને આ જગ્યા મળે તે માટે ભરપૂર પ્રયાસ કરી જમીન અપાવી તે દરમિયાન કલ્યાણદાસ બાપુની જગ્યા તાત્કાલિક ધોરણે સંસ્થા ખાલી કરવાની વાત કરવામાં આવી.એક વર્ષના ટુંકાગાળામાં સંસ્થા ખાલી કરી અને અન્ય જગ્યા પર જવું શક્ય નહોતું કારણ કે લક્ષ્મીનગર ગામે મળેલ જગ્યા પર રીનોવેશન તેમજ બાંધકામનું કામ ચાલુ હતું.

મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ જે જમીન આપેલ હતી તે જમીન ઉપર તાત્કાલિક ધોરણે સંસ્થા સ્થાપવી શક્ય ન હતી તેના માટે મોરબીના અલગ અલગ સોસાયટીમાં ત્રણ દિવસની મહેનત બાદ થાકી હારીને હાતિમભાઈ રંગવાલા યદુનંદન ગૌશાળાના દિનેશભાઈ જારીયા સાથે વાતચીત કરી અને વૈકલ્પીક વ્યવસ્થા માટે રજૂઆત કરી દિનેશભાઈએ પોતાના મોટાભાઈ યદુનંદન ગૌશાળા સંચાલક કાનજીભાઈ જારીયા સાથે મુલાકાત કરાવી. હાતિમભાઇ રંગવાલાએ સંસ્થાની તમામ પ્રવૃત્તિઓને હાલ મોરબીના રાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા મળેલ જમીન ઉપર રીનોવેશન અને બાંધકામ ચાલુ હોય ગૌશાળામાં રહેવા આપે તે રજૂઆત કરી અને કાનજીભાઈ જારીયા દ્વારા સહર્ષ સ્વીકારી લેવામાં આવી આશરે સાડા ચાર મહિના જેટલો સમયગાળો યદુનંદન ગૌશાળામાં સંસ્થાએ વ્યક્ત કર્યો અને યદુનંદન ગૌશાળા તરફથી સંપૂર્ણ વ્યવસ્થા કરી આપવામાં આવી.

ત્યારબાદ 2014 ની સાલમાં સંસ્થા મોરબીથી લક્ષ્મીનગર ગામે સ્થાપવામાં આવી ધીરે ધીરે નેત્રહીનો લાભાર્થીઓ પ્રચાર વધવા માંડ્યો અલગ અલગ ફેક્ટરીઓ બિઝનેસ કરતા ઉદ્યોગકાર ઉદાર મને નેત્રાહીનોને રોજગારી આપવા લાગ્યા ધીરે ધીરે કરતાં સંસ્થામાં 40 નેત્રહીન કામદારો સંખ્યા થઈ.

તા.16-6-24 ના રોજ સંસ્થાનું ઉદ્ઘાટન સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં દાતાઓના સન્માન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોરબી જાહેર જનતાએ ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સંસ્થાના ટ્રસ્ટીઓ રાત દિવસ જોયા વગર છેલ્લા એક મહિનાથી કાર્યક્રમ સફળ બનાવવા માટે પ્રયત્નશીલ હતા ટ્રસ્ટીઓ પોતાનો સર્વસ્વ આપી આ સંસ્થાને આગળ લઈ જવા ભરપૂર પ્રયત્ન કર્યા છે અને આવનાર સમયમાં એ જ કટિબદ્ધતાથી કામ કરવાની લાગણી બતાવે છે.

ડોક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રમાં 56 ફ્લેટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દાતાઓના સાથ સહકારથી જમીન પ્લસ ચાર માળ એટલે કે 32 ફ્લેટ સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવેલ છે હજુ 24 ફ્લેટ નું નિર્માણ બાકી છે મોરબીના દાતાઓને વિનંતી કરીએ છીએ કે ઉદાર મનથી દાન આપી આ કાર્યને પૂરું કરવામાં અને નેત્રહીનોને આશરો બાંધવામાં મદદ કરે તેવી વિનંતી કરીએ છીએ હાલ સંસ્થામાં 180 નેત્રહીનો પોતાની નાની મોટી રોજગારી કમાઈ રહ્યા છે.

આ કાર્યમાં મોરબીના ઉદ્યોગપતિ આગળ આવી સાથ સહકાર આપે તેવી આશા રાખીએ છીએ સંસ્થા માં રહેતા લાભાર્થીઓ મળતી સેવાઓ સો ટકા સમાજના સાથ સહકારથી આપી શકીએ છીએ સંસ્થા નેત્રહીનોના પુનર્વસન નું કામ કરે છે પણ સાથે સમાજની અંદર જાગૃતતા આવે અને સમાજના અન્ય વર્ગો માટે પણ કામ કરવા ઈચ્છુક છે દાતાઓના સાથ સહકાર સંસ્થાના કામો થાય છે અને આગળના કામો માટે પણ દાતાઓના સાથ સહકારની જરૂર છે.

તા.7-1-24 ના રોજ મોરબી ખાતે સાયક્લોફન નામની ઇવેન્ટ કરી સાયકલ માટે લોકો ને જાગૃત કર્યા હતા આ ઇવેન્ટમાં આશરે 1400 મોરબી વાસીઓએ 5-10-20 કીમીમાં ભાગ લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.જેની નોંધ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ પણ લીધેલ હતી અને હવે આ સંસ્થા 11 વર્ષ પૂર્ણ કરીને 12 માં વર્ષમાં પ્રવેશ કરે છે.

ત્યારે તમામ મોરબી વાસીઓ અને દુનિયાભરમાં જ્યાં જ્યાં સંસ્થા સાથે જોડાયેલા પ્રત્યક્ષ કે પરોક્ષ વ્યક્તિઓ માટે હૃદયથી પ્રાર્થના કરે છે ઈશ્વરતમામને સુખ સમૃદ્ધિ અને દીર્ઘાયુ આપે અને આ સેવાના કાર્યમાં હંમેશા પોતાના કીમતી અને પવિત્ર દાન આપી નેત્રહીનોના વિકાસ અર્થે અને જનકલ્યાણ કાર્ય માટે મદદ કરતી રહે.

ટ્રસ્ટી મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રમાં પ્રમુખ હરીશભાઈ શેઠ , ઉપપ્રમુખ ડો.પરાગભાઈ પારેખ અને ડો. કૌશલભાઈ ચીખલીયા, મંત્રી હાતિમભાઈ રંગવાલા, સહમંત્રી હાર્દિકભાઈ પાડલીયા તેમજ સિદ્ધાર્થભાઈ જોશી, નેમિષભાઈ પંડિત, તેજસભાઈ બારા, સંદીપભાઈ આડેસરા, પ્રતિકભાઇ કોટેચા, હિરેનભાઈ પોરીયા, યજ્ઞેશભાઇ આદ્રોજા તેમજ જીગ્નેશભાઈ કૈલા સહીતના ટ્રસ્ટીઓ સડસ્થાને આગળ લઇ જવા તન મન ધનથી સહયોગ કરી રહ્યા છે અને સર્વે દાતાઓનો તેઓ પણ આભાર વ્યક્ત કરી રહ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj