નવી દિલ્હી, તા. 17
આગામી મહિનાઓમાં દેશના ચાર રાજયોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે તૈયારી શરૂ કરી દીધી હોય તેમ મહારાષ્ટ્ર સહિત ચારે રાજયોમાંથી પ્રભારી અને સહપ્રભારીની નિયુકિત જાહેર કરી દીધી છે.
મહારાષ્ટ્રના ચૂંટણી પ્રભારી તરીકે કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ તથા સહપ્રભારી તરીકે અશ્ર્વિની વૈષ્ણવની નિયુકિત કરવામાં આવી છે.હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રભારી તરીકે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને સહપ્રભારી તરીકે બીપ્લવકુમાર દેવની નિયુકિત કરાઇ છે.ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે શિવરાજસિંહ ચૌહાણની પ્રભારી બનાવવામાં આવ્યા છે જયારે સહપ્રભારી તરીકે હીમંતા સરમા રહેશે.જમ્મુ-કાશ્મીરમાં પ્રભારી તરીકે કેન્દ્રીય મંત્રી જી.કિશન રેડ્ડીની નિયુકિત કરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy