રહીશો દ્વારા કલેકટર અને પાલિકાને લેખિત રજુઆત

સુરેન્દ્રનગર નૂરેમહંમદ સોસાયટીના રહીશો ગટરના પાણીની સમસ્યાથી ત્રસ્ત

Local | Surendaranagar | 03 July, 2024 | 12:54 PM
18 મહિનાથી રજૂઆતો છતાં પ્રાથમિક સુવિધાથી વંચિત : યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી
સાંજ સમાચાર

વઢવાણ, તા. 3
સુરેન્દ્રનગર-વઢવાણ 80 ફૂટ રોડ પર આવેલી મારૂતિ અને ગાયત્રી પાર્ક અનેનૂરેમહંમદી સોસાયટી પાસે વારંવાર ગટરના પાણી ઉભરાઇ બહાર આવી રહ્યા છે. આથી અહીં વસવાટ કરતા રહિશો, આવતા જતા રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની રાવ ઉઠી છે.

સુરેન્દ્રનગર-વઢવાણ 80 ફૂટ રોડ પર આવેલી મારૂતિ અને ગાયત્રી પાર્ક સહિતની સોસાયટીના જે.પી.વાઘેલા, એમ.ડી.વાઢેર, બી.જી.ચૌહાણ, મૂળજીભાઈ,નટુભાઈ જાદવ, દિનેશ આર.રાઠોડ, ચૌહાણ વીરાજ કે. સહિતના રહિશોએ તા. 1-7-2024ના દિવસે ક્લેકટર અને પાલિકાને લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું કે, આ સોસાયટીઓ 30 થી 40 વર્ષ જૂની હોવા છતા આ વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી ગટરના ગંદા પાણી લોકો પી રહ્યા છે.

છેલ્લા 18 મહિનાથી રજૂઆતો કરવા છતા કોઇ ઉકેલ આવતો નથી. 80 ફૂટ રોડ પર આવેલી મારૂતિપાર્ક, ગાયત્રીપાર્ક, હીરાબાગ, ક્રિષ્નાપાર્ક,હરિપાર્ક,એસટી નગર,નારાયણનગર વગેરે સોસાયટીમાં આ પરિસ્થિતિ છે. તંત્ર દ્વારા આ વિસ્તારમાં પાણી, ગટર,લાઇટ, રસ્તા બાબતે લોકોને વંચિત રાખે છે.આથી આ પ્રશ્નો અંગે યોગ્ય નિકાલ નહી આવે તો આગળની જવાબદારી તંત્રની રહેશે તેવી રજૂઆતમાં ચીમકી આપી હતી.

તો સુરેન્દ્રનગર નૂરેમહંમદી સોસાયટી પાસે અમનપાર્ક શેરી નંબર 2, વોર્ડ નં.3માં વારંવાર ગટરનુ પાણી ભરાતા પાણી બહાર આવે છે. પાણીના વારાના દિવસે ગટર ઉભરાતા લોકોને ચાલવામાં તકલીફ પડતી પડે છે. આ અંગે ડી.આર.કુરેશીએ જણાવ્યું કે, આ અંગે વારંવાર રજુઆત કરાઇ છે. તેમ છતા કોઇ પણ જાતનો નગરપાલીકા દ્વારા ઉકેલ લાવવામાં આવતો નથી.

ખુદ આ વિસ્તારના ચૂંટાયેલા સદસ્ય પોતાની વેદના ઠાલવી રહ્યા છે અને નગરપાલિકાના પ્રમુખ સામે કહી રહ્યા છે કે ખુદ સદસ્યોના વિસ્તારના પણ કામો થતા નથી અને નગરપાલિકામાં કોઈ પણ નોંધ લેવામાં આવતી નથી કે સાંભળવામાં પણ આવતી નથી તેવા અક્ષેપો જાહેરમાં કર્યા

સુરેન્દ્રનગર નગરપાલિકાના સદસ્યના પતિ કશ્યપ શુક્લા દ્વારા નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો પ્રાથમિક સુવિધા ની બાબતમાં પણ નગરપાલિકાના સદસ્યો અને ભાજપના આગેવાનોને ગણકારતા ન હોવાનું પ્રમુખના હાજરીમાં જાહેરમાં પ્રમુખની ચેમ્બરમાં લોકો વચ્ચે આક્ષેપ કર્યો.

આ વિસ્તારમાં નગરપાલિકાના સદસ્ય કશ્યપ ભાઈ શુક્લએ નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેન અને ઉપપ્રમુખની હાજરીમાં તેમની વેદના ઠાલવી કે અનેક વખત અનેક પ્રકારની રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ દુધરેજ વિસ્તારમાં એક પણ સોસાયટીઓમાં સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવતી નથી.

સુરેન્દ્રનગર જુના જકશન વિસ્તારમાં આવેલી નૂરે મહંમદ સોસાયટી કે જ્યાં અંદાજિત 40 વર્ષથી લઘુમતી વિસ્તારનો વસવાટ રહેલો છે અને જ્યાં 500 થી વધારે રહેણાંક મકાનો પણ આવેલા છે. લઘુમતી વિસ્તારમાં આવેલી નૂરે મહંમદ સોસાયટી રહેમતનગર વિવેકાનંદ સોસાયટી સાહિત્ય વિસ્તારોમાં હાલમાં ચોમાસાની સિઝનમાં ગંદકી એ ભારે માજા મૂકી છે અને જ્યારે કચરો ઉઘરાવવા વાળા માત્ર શુક્રવારે જ કચરો ઉઘરાવવા આવે છે અને સપ્તાહમાં એક જ વાર આવતા હોવાનું આ વિસ્તારના રહેવાસીઓ જણાવી રહ્યા છે.

સાફ સફાઈ નો સંદેશરપણે અભાવ હોવાનો અને રાત્રીના લાઈટો પણ બંધ હોવાના કારણે વૃદ્ધો અને બાળકોને અને મહિલાઓને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે જુના જંકશનથી લઇ અને નૂરે મોહમ્મદ સોસાયટી સુધી રોડ રસ્તાની કોઈપણ પ્રકારની સુવિધા ન હોવાના કારણે ચોમાસામાં ખાડા અને પાણી ભરેલા રહે છે જેના કારણે ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે.

ત્યારે નગરપાલિકામાં અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવતું ત્યારે ગઈકાલે આ જ વિસ્તારના લોકો રજૂઆત કરી હતી. કોઇપણ પ્રકારની ગ્રાન્ટ આ વિસ્તારને ફાળવી અને સુવિધા આપવામાં ન આવતી હોવાના પણ આક્ષેપો સદસ્ય દ્વારા કરવામાં આવ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj