રાજકોટમાં રસ્તાના ધોવાણ શરૂ થઇ ગયા : પૂર્વ ઝોનથી માંડી પશ્ર્ચિમ ઝોનના છેડા સુધી ખાડા રાજ

Local | Rajkot | 02 July, 2024 | 04:09 PM
સાંજ સમાચાર

રાજકોટમાં

શનિથી સોમવાર ધીમો વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રભરમાં શ્રીકાર મેઘસવારી ચાલે છે ત્યારે રાજકોટમાં હજુ જમાવટ થતી નથી. પરંતુ શહેરના જુદા જુદા વિસ્તારોના અનેક રસ્તા પર નજર કરીએ તો અનેક જગ્યાએ ડામર રોડ ધોવાઇ ગયાના દ્રશ્યો જોવા મળે છે. હજુ તો ચોમાસુ શરૂ થયું છે ત્યાં રસ્તામાં ખાડાની હાલત વધી ગઇ છે.

ગઇકાલે પૂર્વ ઝોનમાં વરસાદી પાણીના નિકાલની ચકાસણીમાં ગયેલા કમિશ્નર ખુદ પાણી ભરેલા ખાડામાંથી પસાર થયા હતા. શહેરમાં પૂર્વ ઝોનના ખુણાથી માંડી પશ્ર્ચિમ ઝોનના ખુણા સુધી રસ્તા ધોવાઇ ગયેલા જોવા મળે છે.  મોરબી રોડ પર ભગવતીપરામાં રસ્તા ભાંગેલા દેખાય છે. કાલાવડ રોડ, કેકેવી ચોક, રાજનગર ચોકના રસ્તા પર આ રીતે ખાડા થઇ ગયેલા જોવા મળે છે. અનેક જગ્યાએ પેચવર્ક પણ ધોવાયા છે. તો ઘણી જગ્યાએ વરસાદમાં રોડનું અધુરૂ કામ મૂકીને કોન્ટ્રાકટર ભાગી ગયાનું દેખાયું છે. મધ્ય રાજકોટમાં ત્રિકોણબાગ, રૈયા રોડ, ભકિતનગર રોડ પર પણ ખાડા છે. અનેક જગ્યાએ તો ખાડામાં પડેલું વરસાદી પાણી વાહન ચાલકોને જોખમમાં મૂકી દે છે. આ સંજોગોમાં તાત્કાલીક હંગામી ધોરણે ખાડા બુરવાની વ્યવસ્થા પણ દર વર્ષની જેમ કરવાની જરૂર હોવાનો મત છે. હાલ તો રાજકોટમાં ખાડાઓનો સર્વે કરી તાત્કાલીક આવા રસ્તા સલામત કરવાની જરૂર હજારો વાહન ચાલકોને લાગી રહી છે.   (તસ્વીર : દેવેન અમરેલીયા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj