વિસાવદર,તા.28
વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ ભાઈ રિબડીયા દ્વારા છેલ્લા ત્રણેક વર્ષથી મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રી સહિત વિધાનસભા માં પણ રજૂઆતો કરી વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્ર ને અપગ્રેડ કરી સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ આપવા તથા 100 બેડની સુવિધાઓ સાથે જિલ્લા કક્ષાની હોસ્પિટલ ફાળવવા અવારનવાર રજૂઆતો કરેલ હતી .
જેથી વિસાવદર ખાતે કાર્યરત સામુહિક આરોગ્ય કેન્દ્ર(સી.એચ.સી.)ને અપગ્રેડ કરી સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં રૂપાંતર કરવામાં આવે તો વિસાવદર તથા આજુ બાજુના વિસ્તારના લોકોને ખૂબ જ ઉપયોગી થઈ શકાય તેમ છે અને જો આમ થાય તો તાલુકાભરની જનતા માટે આશીર્વાદ સમાન ગણાશે તથા તાલુકાના આવા દર્દીઓને જુનાગઢ કે રાજકોટ સુધી લાંબુ થવું ન પડે તેવા શુભઆશ્રયથી સત્વરે વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી સબ ડિસ્ટ્રીકટ બનાવવામાં આવે તેવી રજુઆત કરેલ જેના કારણે વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્રને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકે 100 બેડની હોસ્પિટલ બનાવવા સરકારે 2.5 કરોડ રૂપિયા ની વહીવટી મંજૂરી આપતા પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ગુજરાત ના મુખ્યમંત્રી સહિત સરકારનો આભાર વ્યક્ત કરેલ હોવાનું એક અખબારી યાદીમાં જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy