અમરેલી, તા. 17
રાજકીય નેતાઓ નામના નહિ પણ કામના કારગત નીવડે ત્યારે જ વિકાસનો પર્યાય શકય બને છે ને હંમેશા હોદા માટે નહિ પણ ગ્રામીણ ગામડા સાથે શહેરની સુખાકારી અને ગામનો વિકાસનું લક્ષ લઈને રાજકારણ કરતાં બે બે ધારાસભ્યોની આગવી કોઠાસુઝને કારણે સાવરકુંડલાથી જાફરાબાદ વિસ્તારના પરિવહનની સગવડતા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રરપ કરોડની ફાળવણી થતાં રાજુલા-જાફરાબાદનાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને સાવરકુંડલા-લીલીયાનાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની જહેમત રંગ લાવી છે.
સાવરકુંડલાથી છેક જાફરાબાદ સુધીના માર્ગો પર તોબા પોકારી ઉઠે તે પ્રકારના સ્ટેટ હાઈવેના માર્ગોથી વાહનચાલકો પારાવાર પરેશાની ભોગવી રહૃાા હતા ત્યારે જનપ્રતિનિધિ બનીને લોકોની સુખાકારી અને સગવડતાઓ સરકારમાંથી મળી રહે તેવાઉમદા હેતુને સાઈડ કરવા હંમેશા કમર કસતા રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને સાવરકુંડલા-લીલીયા બેઠકના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ઘ્વારા સાવરકુંડલાથી છેક જાફરાબાદ સુધીમાં બાઢડા, થોરડી, રાજુલા સુધી ફોરટ્રેક માર્ગની માંગણી પર રાજય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંજૂરીની મહોર મારીને રરપ કરોડ જેવી માતબર રકમની સૈઘ્ધાંતિક મંજૂરી મેળવતા બન્ને વિધાનસભા બેઠકનાં લોકોમાં ખૂશીઓ જોવા મળી રહી છે.
જયારે સૌથી વિકસિત ગણાતા પિપાવાવ પોર્ટથી વાયા અમરેલી થઈને ગાંધીનગર સુધી ફોરટ્રેક રોડ બને તે માટે બન્ને ધારાસભ્યોએ વિધાનસભાના ફલોર પરથી પણ માંગણી કરી છે. ત્યારે નામના નહિ પણ કામના કહેવાતા કસવાલા સંગાથે કોહિનૂર હીરાની માફક હંમેશા ચમકતા હીરાભાઈ સોલંકીની દીર્ઘ દ્રષ્ટિને આભારી હોવાનું આ સ્ટેટ હાઈવેના ખેડૂતો કહી રહૃાા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy