બુધવારે હેમુગઢવી હોલમાં નોંધાશે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસ

સુપ્રસિદ્ધ ગાયક સ્વ.મુકેશજીના સતત 15 કલાક સુધી નોનસ્ટોપ ગીતો રજૂ કરશે સીંગર અલ્પેશ ડોડીયા

Local | Rajkot | 02 July, 2024 | 04:34 PM
કાર્યક્રમમાં ગાયક, એન્કર તથા મ્યુઝિકલ ઓરકેસ્ટ્રાની પણ નોંધ લેવાશે: સંગીતપ્રેમીઓને ઉપસ્થિત રહેવા અનુરોધ
સાંજ સમાચાર

રાજકોટ,તા.1

મધુર અવાજ અને પોતાનાં ગીતોમાં દર્દને જીવંત રાખીને જીવવાવાળા ગાયક મુકેશ કુમાર આજે પણ લોકોની યાદોમાં જીવિત છે. જેણે પોતાનાં ગીતોથી ભારતના જ નહીં પરંતુ દેશ-વિદેશના લોકોને દીવાના બનાવ્યા હતા. એક સમય હતો જ્યારે રશિયામાં ‘આવારા હૂં’ અને ‘મેરા જુતા હૈ જાપાની’ જેવાં ગીતોનો અર્થ જાણ્યા વગર જ લોકો તેને ગણગણતા હતા. ત્યારે આગામી તા.3ના બુધવારે રાજકોટના આંગણે મેહુલભાઈ રવાણી સંચાલિત અરિહંત ઇન્વેસ્ટમેન્ટના નેજા હેઠળ એક અનોખો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. જેમાં જાણીતા સિંગર અલ્પેશભાઈ ડોડીયા તથા લાઇવ મ્યુઝિકલ ઓરકેસ્ટ્રા ગ્રુપ દ્વારા સુપ્રસિદ્ધ ગાયક મુકેશના 170 ગીતોને સતત 15 કલાક સુધી સ્વરબદ્ધ કરવામાં આવશે. 

અસંભવ લાગતા આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન અરિહંત ઇન્વેસ્ટમેન્ટના ફાઉન્ડર મેહુલભાઈ રવાણી દ્વારા કરવામાં આવ્યું છે અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ તેઓ સતત 15 કલાક સુધી કરવાના છે.આગામી તા.3ના રોજ સવારે 09:00 થી રાત્રીના 12:00 વાગયા સુધી શહેરના હેમુગઢવી હોલ મેઇન ઓડિટોરિયમ ખાતે નોન-સ્ટોપ સતત 15 કલાક સુધી મ્યુઝિકલ કાર્યક્રમ યોજાશે.
છેલ્લા દસ વર્ષથી ગુજરાતના દરેક શહેરમા પોતાના બસ્સોપચાસથી (250) વધુ શો દ્વારા પ્રેક્ષકોને મુકેશજીના કર્ણપ્રિય ગીતો રજૂ કરનાર અને મુકેશજીના છસ્સો (600) થી વધુ ગીતો જેમને કંઠસ્થ છે એવા અલ્પેશભાઈ ડોડિયા આ કાર્યક્રમમાં મુકેશજીના કંઠે ગીતો રજૂ કરશે જયારે મ્યુઝિકલ મેલોઝ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા સંગીત નિર્દેશક કરવામાં આવશે.

આ ઉપરાંત  સહ-ગાયિકાઓની વાત કરીએ તો રીટા ડોડિયા, કાજલ કથરેચા, રીના ગજ્જર, રૂપાલી જાંબુચા, દેવયાની ગોહેલ (ચક્રવર્તી),દીપા ચાવડા, હીના કોટડિયા વગેરે સાથ આપશે.આ મ્યુઝિકલ કાર્યક્રમની નોંધ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં લેવામાં આવશે. અને સંસ્થા દ્વારા લોંગેસ્ટ નોન-સ્ટોપ સિંગિંગ રીલે ઓફ લેટ મુકેશ નામે એવોર્ડ નોંધવામાં આવશે અને આ વર્લ્ડ રેકોર્ડમાં સિંગિંગ માટે તમામ સિંગર્સને અને એન્કરિંગ માટે મેહુલભાઈ રવાણીને, ટ્રોફી, શિલ્ડ અને પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવશે. સાથે સાથે જૈન સોશ્યલ ગૃપ - રાજકોટ(વેસ્ટ) દ્વારા અલ્પેશભાઈ ડોડીયાને સન્માનિત કરવામાં આવશે.

કાર્યક્રમ માટે સ્વર કાર તથા સંગીત નિર્દેશક લલિતભાઈ ત્રિવેદીનું માર્ગદર્શન સાંપડ્યું હતું. સાથે સાથે રાજકોટના અગ્રણી ઉદ્યોેગપતિઓનું રોયલ સ્ટીલ ફેબ્રીકેશનના ભાવેશભાઈ પિત્રોડા અને પ્રવીણભાઈ પિત્રોડા, આકાર, પરીનભાઈ પારેખ, હાર્દિકભાઈ પારેખ, હરેશભાઇ પરમાર, રાજેશભાઈ પરમાર, તિલકભાઈ પરમાર, જે.પી. જવેલર્સ, રણછોડનગર ભરતભાઈ પટોડીયા, પીઠવા મેન્યુફેક્ચરર્સના મિતેશભાઈ પીઠવા, રાજકોટની નામાંકિત સંસ્થાઓ લુહાર હિતેચ્છુ મંડળ, લુહાર સેવા સમાજ, લુહાર વિદ્યાર્થી, મચ્છુકઠીયા લુહાર જ્ઞાતી, વિશ્ર્વકર્મા લુહાર ફાઉન્ડેશન, અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ, વિશ્ર્વકર્મા મહિલા મંડળ, જૈન સોશ્યલ ગૃપ - રાજકોટ(વેસ્ટ), એચ એમ જૈન મેટ્રીમોનીયલ ગ્રુપ હર્ષદભાઈ મહેતા પરમાર પરિવાર, પીઠવા પરિવાર, સિધ્ધપુરા પરિવાર અને મકવાણા પરિવારનો સહયોગ સાંપડ્યો છે.આ તકે સર્વે રાજકોટવાસીઓને સવારે 9-30 કલાક થી આ શ્રેષ્ઠ મ્યુઝિકલ કાર્યક્રમમાં ઉમટી પડવા જણાવાયું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj