(દેવાભાઈ રાઠોડ)
પ્રભાસ પાટણ,તા.3
સોમનાથ રામમંદિર ઓડીટોરીયમ હોલ ખાતે ડી.વાય.એસ.પી. વી.આર.ખેંગાર .વેરાવળ ડિવિઝન ના અધ્યક્ષતામાં જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવેલ જેમાં અગ્રેણીઓ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મહેન્દ્રભાઇ પીઠીયા તથા ભાજપ અગ્રણી ઝવેરીભાઇ તથા નગર પાલીકા પ્રમુખશ્રી તથા સરકારી વકીલશ્રી કેતનસિંહ વાળા તથા લીડ બેંક મેનેજર એ.બી.જાડેજા એલ.સી.બી. પી.આઇ.,એસ.ઓ.જી. પી.આઇ. ગઢવી, પ્ર.પાટણ પી.આઇ. એમ.વી.પટેલ , વેરાવળ સીટી પી.આઇ. એચ.આર.ગોસ્વામી , એન.આર.પટેલ મરીન પી.આઇ. , એસ.બી.આઇ., એક્સીસ, આઇસીઆઇસીઆઇ, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, ઇન્ડિયન બેંક વિગેરે બેંકોમાંથી અધીકારી/કર્મચારી હાજર રહેલ વિવિધ યોજનાઓની લોન બાબતે માહિતી આપવામાં આવેલ.
ટેમ્પલેટનું વિતરણ કરવામા આવેલ. એસ.બી. આઇ. બેંક દ્રારા આ કાર્યક્રમ અન્વયે કુલ-7 જે પૈકી 4 લાભાર્થીઓને સ્થળ ઉપર જ આશરે રૂ.12,50,000/- જેટલી રકમની લોન મંજુર કર્યા અંગેના સેન્કશન ઓર્ડર ઉપસ્થિત મહાનુભવોના હસ્તે એનાયત કરવામાં આવેલ.તથા વેરાવળ, પાટણ પો.સ્ટે. વિસ્તારના બહોળી સંખ્યામાં લોકો હાજર રહેલ.જે તમામને Illegal Money-Lending Activity અંગે વિસ્તૃતથી જાણકારી આપેલ તેમજ નાગરીકોએ ગેરકાયદેસર રીતે વ્યાજખોરી કરતા અસામાજીક તત્વોની વ્યાજની ચુંગાલમાં ન ફસાવા તથા જો આવી ચુંગાલમાં ફસાયેલ હોય તો પોલીસનો સંપર્ક કરી કાયદેસરની કાર્યવાહી કરાવવા.
જો નાણાની જરૂરીયાત હોય તો બેંકની વિવિધ યોજનાઓનો લાભ લેવા જણાવવામાં આવેલ. તેમજ પ્રભાસ પાટણ પો.સ્ટે. તથા વેરાવળ સીટી પો.સ્ટે. તથા સોમનાથ મરીન પો.સ્ટે. વિસ્તારનાં વ્યાજ વટાવના ભોગબનનારા લોકોની પોલીસ દ્વારા આ કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત રહેનાર ફરિયાદીઓ માટે Help Desk દ્રારા રુબરૂ રજુઆત સાંભળેલ છે અને જરૂરીયાતમંદ લોકો જુદા જુદા lending schemes અંતર્ગત loan મેળવી શકે તે માટે બેન્કોના પ્રતિનીધીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ છે.
સમગ્ર ભારત દેશમાં તા.01/07/2024 થી નવા કાયદાની અમલવારી શરૂ કરવામાં આવેલ હોય જે મહિલા બાળકો તથા સીનીયર સીટીઝનને સુરક્ષા માટે તથા તટસ્થ પારદર્શક, વૈજ્ઞાનિક ઢબે અને ઝડપી ન્યાય માટે ખુબ જ ઉપયોગી બની રહેનાર છે જે અંગે પોલીસ અધિકારી વી.આર.ખેંગાર તથા મુખ્ય સરકારી વકીલ કેતનસિંહ વાળા દ્વારા વિસ્તૃત સમજુતી અને માર્ગદર્શન આપવામાં આવેલ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy