માળીયા (મી)માં ઘર પાસે પાર્ક કરેલ કારમાંથી બે ટાયરની વ્હીલ પ્લેટ સહિત ચોરી !

Local | Morbi | 03 July, 2024 | 12:32 PM
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી, તા.3
માળિયા (મી)માં આવેલ અનુ. જાતિ વિસ્તારમાં રહેતા અમુભાઈ મોતીભાઈ પરમાર અનુ. જાતિ (47) નામના યુવાને પોતે પોતાના ઘર પાસે તેની અલ્ટો ગાડી નંબર જીજે 3 ડીજી 7436 પાર્ક કરીને મૂકી હતી. જે ગાડીના ડાબી સાઇડના બે ટાયર વ્હીલ પ્લેટ સહિત કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તા 30 ના સાંજના સાત વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ચોરી કરવામાં આવેલ છે જેથી 5,000 રૂપિયાની કિંમતના બે ટાયરની ચોરી થઈ હોવાની ભોગ બનેલ યુવાને માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 

દવા પી લેતા 
વાંકાનેરના ગારીયા ગામે રહેતા ભારતીબેન આંબાભાઈ બાવરીયા નામના 38 વર્ષીય મહિલા ગારીયા ગામે વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયા હતા.જેથી તેઓને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.  હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને આ બનાવ સંદર્ભે આગળની તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.
 

વૃદ્ધ ઘાયલ
ટંકારા તાલુકાના નેસડા (સુ) ગામે રહેતા વૃદ્ધ બુલેટ લઈને લતીપર રોડ ઉપર હીરાપર ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી લાઈટ આવતા ક્રેઇન ન દેખાવાથી ક્રેઇન સાથે અકસ્માત થયો હતો જેમાં વૃદ્ધને ડાબા પગના ઢીંચણ અને સાથળના ભાગે ફેક્ચર થયેલ છે જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

ટંકારા તાલુકાના નેસડા (સુ) ગામે રહેતા પ્રેમજીભાઈ રામજીભાઈ ભીમાણી જાતે પટેલ (60)એ હાલમાં ક્રેઇન નં. જીજે 12 સીએમ 0632 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે તેઓ હીરાપર ગામ પહેલા આવેલ તિરૂપતિ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામેથી લાઈટ આવતા તેઓને ક્રેઇન ન દેખાતા તેની સાથે બુલેટ અથડાયું હતું જેથી ઇજા થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા. 
 

મારામારીમાં ઈજા 
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધકાવાળી મેલડી માતાના મંદિર પાસે મારામારીમાં ગીતાબેન રાજેશભાઈ ટોયટા (ઉમર 32)ને ઇજાઓ થવાથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj