(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.3
લીંબડી હાઈવે પર ચેકીંગ દરમીયાન થાન પંથકના ડમ્પરને રોકતા 4 શખ્સોએ ખાણ ખનીજની ટીમ પર હુમલો કર્યાનો બનાવ વર્ષ 2023ના ફેબ્રુઆરી માસમાં બન્યો હતો.જેમાં 5 શખ્સો સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ કેસનો ફરાર આરોપી દોઢ વર્ષે પેરોલ ફર્લો સ્કવોડના હાથે પકડાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજના ગેરકાયદેસર ખનન અને વહનને નાથવા ખાણ ખનીજની ટીમ કામગીરી કરે છે. ત્યારે ખાણ માફીયાઓની રડારમાં આ ટીમના સભ્યો હંમેશા રહેતા હોય છે. અવારનવાર ખાણ ખનીજની ટીમની ફરજમાં રૂકાવટ અને તેઓ સાથે બોલાચાલી, ધમકી કે મારામારીના બનાવો સામે આવે છે.
ત્યારે તા. 14-2-2023ના રોજ લીંબડી હાઈવે પર ચેકીંગ કરી રહેલી ખાણ ખનીજની ટીમ પર હુમલો થયાનો બનાવ બન્યો હતો. જેમાં લીંબડી નેશનલ હાઈવે પર બોડીયા અને બલદાણા ગામ વચ્ચે ખાણ ખનીજની ટીમે થાન પંથકના ડમ્પરને અટકાવી ચેકીંગ કર્યુ હતુ.
જેમાં 5 શખ્સોએ હાઈવે ચેક પોસ્ટના રોયલ્ટી ઈન્સપેકટર અનીશભાઈ અલારખાભાઈ ચોકીયા, ગાર્ડ ગૌતમભાઈ પરમાર અને ગોવીંદભાઈ કાઠીયાને માર મારી સરકારી કારના કાચ ફોડી નાંખ્યા હતા.
આ બનાવનો ફરાર આરોપી સાયલા તાલુકાના મોરસલ ગામનો 39 વર્ષીય ઈશ્વર હાજાભાઈ ભાગરા હાલ સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર આવેલ આરતી એવન્યુમાં રહેતો હોવાની તથા હાલ તેના ઘરે જ હોવાની બાતમી સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડને મળી હતી. આથી પીએસઆઈ જે.વાય.પઠાણ, વિજયસીંહ, ધવલભાઈ, શકિતસીંહ સહિતની ટીમે આરતી એવન્યુમાં દરોડો કરી આરોપી ઈશ્વર હાજાભાઈ ભાગરાને ઝડપી લીધો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy