1990થી સભાસદોને ભેટ આપવાની પંરપરા...

ધી કો. ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી.ના 83 હજારથી વધુ સભાસદોને ભેટ વિતરણ

Local | Rajkot | 02 July, 2024 | 04:38 PM
બેન્કની હરણફાળ પ્રગતિ સભાસદો તથા થાપણદારોના વિશ્ર્વાસ અને શ્રેષ્ઠ સંચાલનને આભારી છે
સાંજ સમાચાર

રાજકોટ, તા.2

વર્તમાન હરિફાઈયુક્ત બેંકીંગ વાતાવરણમાં અને ખાસ કરીને સહકારી બેંકીંગ ક્ષેત્રનાં પડકારજનક સમયમાં સહકારી બેંકીંગ ક્ષેત્રની ઇમેજ વધારવા હરહંમેશ અગ્રેસર રહેલી ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી. - મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ બેંક ઉતરોતર પ્રગતિ કરી રહેલ છે. જેના ફળ સ્વરૂપે બેંકે વર્ષ 2023-2024 માં 91 કરોડથી વધારેનો નફો કરેલ હોય અને તેનો લાભ સભાસદોને પણ મળે તે હેતુથી 1990થી સભાસદોને ભેટ આપવાની પરંપરા છે અને દર વખતે નવી નવી ગૃહ ઉપયોગી બ્રાન્ડેડ વસ્તુ આપવામાં આવે છે એ બેંકની આગવી પ્રણાલિકા છે. આ પ્રણાલિકાને આગળ વધારતા સભાસદોને વર્ષ 2024ની સભાસદ ભેટ (લ્યુમીનાર્ક કંપનીના કાચના જાર-4નો સેટ નંગ-1) નું વિતરણ બેંકના ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર અને બોર્ડ ઓફ ડીરેકટર્સ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો હસ્તક શુભારંભ કરવામાં આવ્યું હતું. બેન્કની તમામ 27 બ્રાન્ચમાંથી પ્રથમ તબક્કે તા. 22.06.2024, શનિવાર, તા. 23.06.2024, રવિવાર તેમજ 30.06.2024, રવિવારના રોજ આપવાનું નક્કી કરવામાં આવેલ. ત્યારબાદ બીજા તબક્કામાં તા. 15.07.2024 થી 31.07.2024 સુધી સોમવારથી શુક્રવાર દરમિયાન બપોરે 2થી 5 દરમિયાન આ ભેટનું વિતરણ ચાલુ રહેશે. બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના માર્ગદર્શન હેઠળ બેન્કના તમામ કર્મચારીઓ દ્વારા તમામ સભાસદોને ભેટ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે.

બેંકની કુલ 27 શાખાઓ છે જે તમામ શાખાઓ વાતાનુકુલિત, અદ્યતન સુવિધાસભર અને લોકર સુવિધા ડીઝીટલ લોકર કાર્ડ સાથેની છે. એવી બેંક તેના ગ્રાહકોને વર્તમાન હરિફાઈ તેમજ ગ્રાહકોની જરુરીયાતને ધ્યાનમાં લઈ તેના માનવંતા ગ્રાહકોને ઉચ્ચતર સેવાઓ આપવાનો હરહંમેશા પ્રયાસ કરતી રહી છે, પ્રયાસ કરે છે અને પ્રયાસ કરતી રહેશે. જેમાં બેંક દ્વારા ફ્રી ચેકબુક, એ.ટી.એમ. કાર્ડ તેમજ રુ-પે ડેબીટ કાર્ડ, ફ્રી પાસબુક, સ્ટેટમેન્ટ, મોબાઈલ બેંકીંગ, વોટ્સએપ બેંકીંગ, ઇ-મેઈલથી સ્ટેટમેન્ટ, મીસ્ડ કોલ સર્વિસ, યુપીઆઈ પેમેન્ટ સુવિધા, 24ડ્ઢ7 આરટીજીએસ/એનઈએફટીની સુવિધા સાથે ગ્રાહકો માટે સવારનાં 10-00 થી 4-00 સુધી અવિરત બ્રાન્ચ બેંકીંગ સેવાઓ આપવામાં આવે છે. 

બેન્કની આવી સફળતા અને અવિરત પ્રગતિનો સંપૂર્ણ શ્રેય ગ્રાહકોનો અતૂટ વિશ્ર્વાસ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સતત માર્ગદર્શન તથા પારદર્શક વહીવટ, હકારાત્મક અભિગમ, પ્રોફેશ્નલ મેનેજમેન્ટ તથા બેન્કના 241 કર્મચારી પરિવારની ટીમ વર્કના ફાળે જાય છે. આ સાથેની તસવીરમાં બેંકનાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર, બોર્ડ ઓફ ડીરેકટર્સ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો બેંકના માનનીય સભાસદોને ભેટ આપતા દ્રષ્ટિગોચર થાય છે.

ભારત સરકારના નોટીફીકેશન તેમજ રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના પરિપત્ર મુજબ દરેક બેંકોએ પોતાના ગ્રાહકોનીCKYC  (સેન્ટ્રલ KYC રજીસ્ટ્રી) પ્રક્રિયા ફરજીયાતપણે પૂર્ણ કરવાની સુચના છે. જેથી બેંકના તમામ ખાતેદારોને જણાવવાનું કે અગાઉ KYCની પૂર્તતા કરી હોય તો પણ જે સભાસદોનો CKYC  બાકી હોય તેઓએ તાજેતરનો ફોટો, આધારકાર્ડ, પાનકાર્ડ, વગેરે અપડેટ કરવાના હોવાથી લાગુ પડતા ડોક્યુમેન્ટ્સ વહેલી તકે જે શાખામાં આપનું ખાતું હોય ત્યાં અથવા આપની નજીકની શાખામાં તાત્કાલીક ધોરણે રજુ કરવાના રહેશે. ઉપરાંત જે ખાતેદારોએ અને સભાસદોએ છેલ્લા 2 વર્ષ કે તેથી વધુ સમયથી પોતાના ખાતામાં નાણાકીય વ્યવહારો કર્યા ન હોય તે કારણે ખાતુ ડોરમેંટ (નિષ્ક્રિય) અવસ્થામાં હોય તેઓએ પણ ઉપર જણાવ્યા પ્રમાણેના પુરાવાઓ રજુ કરી રુબરુ બેંકની શાખાની મુલાકાત લઈ ખાતુ એક્ટિવેટ (સક્રિય) કરવા જરુરી નાણાકીય વ્યવહાર તેમજ CKYC પૂર્તતા કરવા બેંકની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj