અમદાવાદ, તા. 17
ન્યૂજર્સીના એક બસ ડ્રાઈવરને 222.6 મિલિયન ડોલરનો પાવરબોલ જેકપોટ જીત્યો છે, જેની ટિકિટ તેણે એક ઈન્ડિયનના સ્ટોરમાંથી ખરીદી હતી અને આ ટિકિટ વેચનારા ગુજરાતીનું નામ છે હરીશ પટેલ.
આ જેકપોટ વિનરનું નામ સોમવારે સાંજે જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારપછી એ પણ જાણવા મળ્યું હતું કે વિનર લિન્ડેનવોલ્ડમાં આવેલા પ્રિત ફુડ માર્ટનો રેગ્યુલર કસ્ટમર હતો.
આ સ્ટોરના કો-ઓનર તેજિન્દર સિંઘે ન્યૂજર્સીના એક ન્યૂઝપેપર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જેકપોટ જીતનારા તેમના કસ્ટમરને તો મોટો ફાયદો થયો જ છે, પરંતુ સાથે જ તેને લોટરી લાગવાથી તેજિન્દરના સ્ટોરને પણ 30 હજાર ડોલરનું બોનસ આપવામાં આવશે.
જેકપોટ વિનરને વિનિંગ ટિકિટ વેચનારા ગુજરાતી હરિશ પટેલના જણાવ્યા અનુસાર તે વ્યક્તિ બસ ડ્રાઈવર છે, અને તે રોજ સ્ટોર પર આવીને 50-60 ડોલરની લોટરી ટિકિટ્સ ખરીદતો હતો.
જોકે, 222 મિલિયન ડોલરનો જેકપોટ જીતનારા આ વ્યક્તિએ જાહેરમાં આવવાનું ટાળ્યું છે, જેથી કોણ છે તેની કોઈ માહિતી બહાર નથી આવી શકી.
222 મિલિયન ડોલરની લોટરી જીતનારા આ લકી વિનરે ટિકિટ ખરીદતી વખતે લમ્પ સમ અમાઉન્ટનો ઓપ્શન પસંદ કર્યો હોવાથી તેને 104.7 મિલિયન ડોલરનું વન-ટાઈમ પેમેન્ટ કરવામાં આવશે તેવું લોટરી ઓફિસર્સે જણાવ્યું હતું.
જોકે, આ 104.7 મિલિયન ડોલરમાંથી તેને ટેક્સ પણ ચૂકવવો પડશે અને તેના હાથમાં 71 મિલિયન ડોલર જેટલી રકમ આવશે. 71 મિલિયન ડોલરને જો રૂપિયામાં ટ્રાન્સફર કરીએ તો તેનો આંકડો 593.18 કરોડ રૂપિયાની આસપાસ આવે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy