ફરી જોવા મળ્યો વિદેશી રોકાણકારોનો ભારતીય શેરબજાર પર વિશ્વાસ

India, World, Business | 17 June, 2024 | 10:46 AM
સપ્તાહમાં ભારતીય શેરબજારોમાં રૂા. 11,730 કરોડનું રોકાણ કર્યું
સાંજ સમાચાર

મુંબઈ: તા 17 
 અત્યાર સુધી અચકાતા વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ભારતીય શેરબજારમાં ફરી જોવા મળી રહ્યો છે. હવે તેની સીધી અસર બજાર પર જોવા મળશે. સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં હકારાત્મક વેપાર વચ્ચે, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો  એ 14 જૂને પૂરા થયેલા સપ્તાહમાં ભારતીય શેરબજારોમાં રૂ. 11,730 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે.

આ માહિતી ડિપોઝિટરી ડેટામાંથી મેળવવામાં આવી છે. આ પહેલા, 3 થી 7 જૂનના સપ્તાહ દરમિયાન, FPIએ શેરમાંથી રૂ. 14,794 કરોડ ( 1.77 અબજ)ની ચોખ્ખી રકમ પાછી ખેંચી હતી. 

તાજા રોકાણોને કારણે, આ મહિને અત્યાર સુધીમાં શેરમાંથી FPI ની ચોખ્ખી ઉપાડ રૂ. 3,064 કરોડ રહી છે. જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે, ’જૂનના પ્રથમ સપ્તાહમાં ઉતાર-ચઢાવ બાદ બજાર સ્થિરતામાં પાછું આવ્યું છે.’ હિમાંશુ શ્રીવાસ્તવ, એસોસિયેટ ડાયરેક્ટર - મેનેજર રિસર્ચ, મેનિંગસ્ટાર ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, ’આ વખતની સરકાર સહયોગીઓ પર નિર્ભર છે, પરંતુ ગઉઅ સતત ત્રીજી વખત સત્તામાં આવવાથી, નીતિ સુધારા અને આર્થિક વૃદ્ધિ ચાલુ રહેવાની આશા છે.’

તેમણે કહ્યું કે આ સિવાય વૈશ્વિક મોરચે, અમેરિકામાં અપેક્ષિત ફુગાવાના આંકડાથી પણ આ વર્ષે રેટ કટની આશા વધી છે. અગાઉ મે મહિનામાં FPI તએ ચૂંટણી પરિણામો પહેલા શેરમાંથી રૂ. 25,586 કરોડ પાછા ખેંચી લીધા હતા. મોરેશિયસ સાથેની ભારતની ટેક્સ સંધિમાં થયેલા ફેરફારો અને યુએસમાં બોન્ડ યીલ્ડમાં સતત વધારો થવાની ચિંતાને કારણે તેઓએ એપ્રિલમાં રૂ. 8,700 કરોડથી વધુ રકમ પાછી ખેંચી હતી. જ્યારે FPIએ માર્ચમાં શેર્સમાં રૂ. 35,098 કરોડ અને ફેબ્રુઆરીમાં રૂ. 1,539 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું.

વિદેશી રોકાણકારોની કાર્યવાહી દ્વારા બજારની ગતિ નક્કી કરવામાં આવશે
આ સપ્તાહે શેરબજારો ની દિશા વૈશ્વિક વલણ પર નિર્ભર રહેશે. બજાર મુખ્યત્વે ઓછા ટ્રેડિંગ સત્રો સાથે સપ્તાહ દરમિયાન વિદેશી રોકાણકારોની પ્રવૃત્તિઓ પરથી દિશા લેશે. વિશ્લેષકોએ આ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. આ સિવાય વૈશ્વિક સ્તરે બ્રેટ ક્રૂડ ઓઈલના ભાવમાં થતી વધઘટ અને ડોલર સામે રૂપિયાની કિંમત પણ બજારની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ રહેશે.

સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ લિ. કે સંતોપ મીનાએ જણાવ્યું હતું કે, ’આ અઠવાડિયું ઓછા ટ્રેડિંગ સેશનનું છે અને કોઈ મોટા સૂચકનો અભાવ છે. જો કે, બજેટને લગતી ચર્ચાઓ વચ્ચે, અમે સેક્ટર-વિશિષ્ટ શેરોમાં પ્રવૃત્તિ જોઈ શકીએ છીએ. બજારનું વલણ મુખ્યત્વે ચોમાસાની પ્રગતિ અને સંસ્થાકીય રોકાણકારોના પ્રવાહ પર આધારિત રહેશે.

તેમણે કહ્યું કે વૈશ્વિક મોરચા પર ચીનના ડેટા, ડોલર ઇન્ડેક્સમાં વધઘટ અને અમેરિકામાં બોન્ડ યીલ્ડ બજારના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ રહેશે. સોમવારે બકરી ઈદ નિમિત્તે શેરબજારો બંધ રહેશે. રેલિગેર બ્રોકિંગ લિમિટેડના અજિત મિશ્રાએ જણાવ્યું હતું કે, ’સોમવારની રજાના કારણે ઓછા ટ્રેડિંગ સેશન સાથે આ સપ્તાહ છે.

સપ્તાહ દરમિયાન, બજારના સહભાગીઓ વૈશ્વિક બજારો, ખાસ કરીને યુએસ બજાર પર નજર રાખશે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું કે, ’સોમવારે સ્થાનિક બજારો બંધ રહેશે, જ્યારે વૈશ્વિક સ્તરે રોકાણકારો વ્યાજદર અંગે બેન્ક ઓફ ઇંગ્લેન્ડના નિર્ણય પર નજર રાખશે.’

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj