પોરબંદરમાં બોગસ વિઝા બનાવી લાખોની ઠગાઇ કરનાર શખ્સ સુરતથી પકડાયો

Local | Porbandar | 03 July, 2024 | 12:16 PM
યુ.કે., કેનેડા, રોમાનિયાના નકલી વિઝા બનાવીને આપ્યા હતા
સાંજ સમાચાર

અમદાવાદ, તા.3
વિદેશ જવા ઈચ્છુક માણસોને યુ.કે. કેનેડા તથા રોમાનિયા દેશોના ખોટા વિઝા બનાવી આપી લાખો રૂપિયાની છેતરપીંડી કરતા આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

ટીમે સુરતના લાલદરવાજા પાસેથી વડોદરાના આરોપી જયદીપ અશોકભાઈ મોજીદ્રા (32)ને ઝડપી પાડ્યો હતો. વર્ષ 2021ની સાલમાં આરોપી જયદીપ અશોકભાઈ મોજીદ્રાએ તેના ભાગીદાર આગમ પરમાર, રક્ષીત પટેલ તથા વિનીત પરમાર સાથે મળી વડોદરા અલકાપુરી નેશનલ પ્લાઝા શોપિંગ સેન્ટર ખાતે વર્લ્ડ ટુરના નામે વિઝાની પ્રોસેસ તથા વિઝા આપવાનું કામ બાબતની ઓફિસ ચાલુ કરી હતી. આ દરમ્યાન પોરબંદરમાં કસ્ટમરોને વિઝા અપાવવાનું કામ કરતા ભાવિનભાઈ સાથે તેમની ઓળખાણ થઇ હતી.

આ ભાવિનભાઈ થકી તેને પોરબંદર જિલ્લામાંથી અલગ અલગ 10 થી 12 કસ્ટમરોને કેનેડા અને રોમાનીયા દેશના વર્ક વિઝા અપાવવાનું કામ મળ્યું હતું. આ તમામ કસ્ટમરોએ અડધા પૈસા ભાવિનભાઈને આપ્યા હતા.

જે પૈસા ભાવિનભાઈએ જયદીપ અશોકભાઈ મોજીદ્રાના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા અને અડધા પૈસા કસ્ટમરોએ જાતે આરોપી જયદીપ અશોકભાઈ મોજીદ્રાના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. જે બાદ આરોપીઓએ ભેગા મળી અમુક કસ્ટમરોને રોમાનીયાના ડુપ્લિકેટ વિઝા બનાવી આપ્યા હતા. આ દરમ્યાન ભાવિનભાઈનું રોડ અકસ્માતમાં મોત થતા કસ્ટમરોએ તેમની ઉપર પ્રેશર કરી વિઝા કરાવવા માટે દબાણ કરતા આરોપીઓથી વિઝા અપાવવાનું કામ ઝડપથી થયું ના હતું અને પ્રેશર આવતા તમામ કસ્ટમરોના આશરે 20 થી 25 લાખ લઇ ઓફીસ બંધ કરી નાસી ગયા હતા.

આ બનાવ બાબતે પોરબંદર જિલ્લાના કમલાબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ દરમ્યાન આરોપી જયદીપ અશોકભાઈ મોજીદ્રાને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે સુરતના લાલ દરવાજા પાસેથી ઝડપી પાડી આરોપીને કમલાબાગ પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ હાથ ધરી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj