(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 3
જરીયા મહાદેવ વીડી વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો નાશ કરાયો હતો. જેમાં ચોટીલા પોલીસ સ્ટેશન દ્વારા 15254 બોટલ તેની કિંમત 23,75,300 અને નાની મોલડી પોલીસ સ્ટેશન દ્વારા 1974 બોટલ તેની કિંમત 5,01,910 અને થાનગઢ પોલીસ સ્ટેશન દ્વારા 3439 બોટલ તેની કિંમત 95,667 સહિત કુલ 20,667 તેની કુલ કિંમત 29,72,877 નો વિદેશી દારૂ બિયર નો નાશ કરવામાં આવ્યો હતો તેમાં પ્રાંત અધિકારી ચોટીલા કલ્પેશ કુમાર શર્મા અને લીંબડી ડીવાયએસપી વિશાલકુમાર રબારી અને ચોટીલા મામલતદાર વીએમ પટેલની દેખરેખમાં કાર્યવાહી કરાઇ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy