(તસ્વીર : દેવાભાઇ રાઠોડ)
પ્રભાસપાટણ, તા. 3
સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે રોડ ની બન્ને સાઈડમાં ખુબજ ચીકણી માટી નાખવામાં આવેલ છે. વાહન રોડ ઉપર થી નીચે ઉતરતાની સાથે ફસાય છે આજે વહેલી સવારે મોટો ટ્રક માટીમાં ફસાયો હતો. વરસાદમાં ચીકણી માટી ઉપર નિકળવું મુશ્કેલ બનેલ છે રોડ ઉપર થી કોઈ વાહન સાઈડ મા લેવામાં આવે તો માટી ના મોટા લોદા ટાયર મા ભરાય જાય અને ટાયરો જામ થઇ જાય અને વાહન ચલાવવું મુશ્કેલ બને છે.
આ ચીકણી માટી ટાયર માંથી રોડ ઉપર પણ માટી પડવાથી રોડ પણ ચીકણો થાય છે તેમજ નાના બાઈક ચાલકોના ટાયરમાં ચીકણી માટી ભરાલાને કારણે જામ થય જાય છે અને ચલાવી સકાતું નથી અને વાહનો સ્લીપ થવાના રોજ ના બનાવો બનાવો બને છે
સોમનાથ બાય પાસ રોડ ઉપર બન્ને સાઈડમાં ચીકણી માટી નાખવાને કારણે મોટા ટ્રક ફસાતા હોય તો નાના વાહન ચાલકો અને રાહદારીઓ તેમજ રોડ ની બન્ને સાઈડમાં રહેતા ખેડૂતો ખુબજ મુશ્કેલી ભોગવે છે ચુંટણી સમયે મત લેવા રોજ આટા મારતા રાજકીય અગ્રણીઓ ક્યાંય દેખાતા નથી અને લોકો હેરાન થાય છે રોડ ની બન્ને સાઈડમાં કાંકરી નાખવામાં આવે તો વાહન સ્લીપ થતાં બંધ થાય અને વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોને રાહત મળે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy