જુનાગઢ જિલ્લામાંથી જુદી જુદી ઘટનામાં ત્રણના આપઘાત

Local | Junagadh | 03 July, 2024 | 12:18 PM
બે યુવકે ગળેફાંસો ખાધો અને મહિલાએ ઝેરી દવા ગટગટાવી
સાંજ સમાચાર

જુનાગઢ, તા. 3
મેંદરડાના ખીમપાદર ગામે રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન પરિવારનું ચલાવતા વિપ્ર ભરતભાઇ હિંમતલાલ  જોષી (ઉ.વ.44)ના મોટા ભાઇ વાસુભાઇ હિંમતલાલ જોષી (ઉ.વ.47) મેંદરડા પોલીસમાં જણાવ્યા મુજબ તેમના ભાઇ ભરતભાઇ રીક્ષા ચલાવતા હોય જે ધંધામાં મંદીના કારણે આર્થિક ટેન્શનના કારણે ગત તા. 30ના બપોર બાદ ગોધમપુર ડુંગર ગાત્રાળ માતાજીના મંદિર પાસે દાત્રાણા પાસે ઝેરી સેલફોર્સના ટીકડા પી લેતા મોત નોંધાયુ હતું. બનાવની તપાસ મેંદરડા પોલીસે હાથ ધરી છે.

યુવાને ગળાફાંસો ખાધો
માંગરોળ કામનાથ રોડ ચુનાની ભઠી પાસે રહેતા ઇમરાન ઇબ્રાહીમ લખોલ (ઉ.વ.30)એ કોઇ કારણોસર પોતાની મેળે ગળેફાંસો ખાઇ લેતા મોત નોંધાયુ હતું. માંગરોળ પોલીસે તપાસ હાથ ધરી છે.

મહિલાનો આપઘાત
કેશોદમાં સાસરીયુ ધરાવતી મહિલાના પતિ, સાસુ, નણંદના ત્રાસથી પરિણીતાએ ઝેરી ટીકડા પી લેતા મોત નોંધાયુ હતું. મૃતક બહેનના ભાઇએ કેશોદ પોલીસમાં પતિ, સાસુ, નણંદ સામે ફરિયાદ નોંધાવી છે.

કેશોદ પ્રજાપતિ સોસાયટી એરપોર્ટ રોડ પર રહેત ફરિયાદી અજયભાઇ દીપકભાઇ મકા (ઉ.વ.ર9)ના બહેન કીરણબેનના લગ્ન આરોપી સુરેશસિંહ ગાંગાભાઇ સાથે થયેલ હતા. લગ્ન તા. 2-2-18માં થયા બાદ તેમનો પતિ સુરેશસિંહ, સાસુ પુનાબાઇ બેન, નણંદ રજીતાબેન રહે. ત્રણેય કેશોદવાળાએ માનસિક, શારીરિક દુ:ખ ત્રાસ આપતા કીરણબેનને મરવ મજબુર કરતા કીરણબેને ઝેરી દવા ટીકડા પી લેતા મોત નોંધાયુ. બનાવની ફરિયાદ મૃતકના ભાઇ  અજયભાઇ દીપકભાઇ મકાએ નોંધાવતા પીએસઆઇ વી.આર.બાલાસરાએ તપાસ હાથ ધરી છે. 

રોકડની ચોરી
જુનાગઢ જુની આરટીઓ ઓફિસ પાસે રહેતા શખ્સના હાથમાં રહેલા 4500 દરગાહ પાસેથી અજાણ્યા મો.સા. ચાલકે ઝુંટ મારી લઇને ભાગી ગયાની ફરિયાદ એ ડીવીઝનમાં નોંધાઇ છે.

ગઇકાલે સવારે બનેલી ઘટનામાં ફરિયાદી કનુભાઇ શંકરભાઇ મકવાણા(ઉ.વ.41) રહે. જુની આરટીઓ ઓફિસ , મજેવડી દરવાજા, દરગાહ પાસે ઉભા હતા ત્યારે તેમના હાથમાં જુદા જુદા દરની 4પ00ની નોટો હતી. તે સમયે એક કાળા કલરની મો.સા.માં આવી હાથમાં ઝુંટ મારી રૂપિયા છીનવી ભાગી છુટયાની ફરિયાદ નોંધાવતા એ ડીવીઝન  પીએસઆઇ વી.એમ. વાઘમસીએ તપાસ હાથ ધરી છે.

જુગાર
ગત સાંજે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે પોલીસે માણાવદરમાં મીતડી રોડથી આરોપીઓ અબા શહીદ યુનુસ રે. બસ સ્ટેશન પાછળ તેમજ રાજુ ડાયા ગરચર (ઉ.વ.21) રે. રઘુવીરપરાવાળાને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમી મળી રોકડ 23160, મોબાઇલ બે 20,000 સહિત કુલ 43,100નો મુદામાલ કબ્જે કર્યા હતો. માણાવદર પીએસઆઇ  સી.વાય.બારોટે તપાસ હાથ ધરી છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj