ઓનલાઈન ગેમને પ્રોત્સાહિત કરતા ફિલ્મ સ્ટારો સામે વેરાવળ ગ્રાહક પંચાયતનો વિરોધ

Local | Veraval | 03 July, 2024 | 12:17 PM
અભિનેતાઓને ચેતવણી આપતો પત્ર લખી સ્પીડ પોસ્ટ દ્વારા મોકલાયો
સાંજ સમાચાર

વેરાવળ,તા.3
વેરાવળ ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના શહેર શાખા દ્વારા ઓનલાઇન ગેમને પ્રોત્સાહિત કરતા એક્ટરો, ફિલ્મસ્ટાર્સને ચેતવણી આપતો પત્ર લખી વિરોધના સ્વરૂપમાં ફરિયાદ સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવી હતી.

આ અંગે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના શહેર પ્રભારી અનિષ રાંચ્છ, મુકેશ ચોલેરા, એડવોકેટ પંકજભાઇ કાનાબાર, જયદીપ કાનાબાર, જીગ્નેશ વાજા, કરણ રાયઠ્ઠઠા સહીતના દ્વારા કરાયેલ ફરીયાદમાં જણાવેલ કે, ઓનલાઈન ગેમ કે જે એક જુગારની પરિભાષા ગણી શકાય તેવા મતલબની જાહેરાત સોશિયલ મીડિયા તેમજ ટીવીના માધ્યમથી અપાય છે.

આવી જાહેરાતથી પ્રજાને નુકશાન કરતા છે બાળકો ઉપર ખરાબ અસર પડે છે. સાથે અણસમજુ વ્યક્તિઓને આદાત  પડવાથી આર્થિક નુકશાની ભોગવનો વારો આવે છે. લાભ લાલચમાં આવી લોકો ઓનલાઈન ગેમના ભરડામાં ફસાઈ જાય છે અને પોતાની સાથે પરિવારને શારીરિક, માનસિક તેમજ આર્થિક રીતના પાયમલ કરતા હોય છે  માટે આવી ગેમો માટે જાહેરાત ન કરવા વિરોધ દર્શાવ્યો હતો. આ પત્ર ફરિયાદ સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવેલ હોવાનું જણાવેલ છે. 

આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા જનસંપર્ક માર્ગદર્શન સેમિનાર સોમનાથ શ્રીરામ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ જેમાં જિલ્લા પ્રભારી દેવાંગભાઈ ત્રિવેદી સહીતના ઉપસ્થિત રહી અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના પેમ્પલેટ દ્વારા સર્વેને જાગૃત રહેવા માર્ગદર્શન અપાયેલ સાથે પોલીસ વિભાગ દ્વારા ઉંચા વ્યાજે નાણા ધીરનાર લોકો સામે કાર્યવાહી કરવા આયોજિત સેમિનારમાં ભાગ લીધો હતો. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj