સુરતમાં જૈન સંતો તથા જૈન સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન: કલેકટરને આવેદન

Gujarat | Surat | 17 June, 2024 | 04:46 PM
સાંજ સમાચાર

સુરત તા.17
 સુરત કલેકટર ઓફિસે અધિક કલેકટર વિજય રબારીને જૈન મુનિઓ તથા જૈન સમાજના અગ્રણીઓએ આવેદન પત્ર પાઠવ્યું  હતું. આ પ્રસંગે પૂજય જિનાલય રત્ન મહારાજે ગૃહમંપિર આક્રોશ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે જૈન સમાજને સરકાર અને ગૃહમંત્રી પર ભરોષો નથી.

પહેલા પણ સરકાર આજ હતી આજે પણ સરકાર આજ છે. પહેલા પણ ગૃહમંત્રી આજ હતા અને આજે પણ આજ છે. કોઈ આશ્વાસન નહીં જોઈ પરિણામ જોઈએ પછી આવજો અહીં. જૈન સમાજના સાધુ-સંતોએ સરકાર સામે બાયો ચઢાવી છે.

આચાર્ય વિરાગચંદ્રસાગર મહારાજે જણાવ્યું હતું કે આ ઘટનાથી એક વ્યકિત નહી, પરતુ સમગ્ર દેશ વ્યથિત હોવો જોઈએ. કારણ કે જૈન સમાજ અહિંસક અને દેશ અને વિશ્વને સમૃધ્ધ કરનારી છે.

જૈન સમાજના પ્રત્યેક આચાર્ય-ભગવંતો વતી અમારો એક જ આદેશ છે કે, આ ઘટના જૈન શાસન અને ભારત દેશની અસ્મિતા ઉપર પ્રહાર છે. જયારે દેશમાં ગયેલી પ્રતિમાઓને પાછી લાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. લંડન અને સ્વિડનથી પ્રતિમાઓ પાછી આવતી હોય,ત્યારે ગુજરાતમાં આ પ્રકારની ઘટના નિંદનીય છે.

જૈન અગ્રણી દિપકભાઈ જૈને જણાવ્યું હતું કે, ગઈકાલે બપોર પછી આ ઘટના બની છે. ભગવાન નેમિનાથ 22માં તીર્થંકર અને એમની સાથે બીજી 7 પ્રતિમાઓ તોડીને કચેરીમાં નાખી દેવામાં આવી છે. આનાથી જૈનની ભાવનાને ઠેસ પહોંચી છે.

પાવાગઢ ટ્રસ્ટના કર્તાહર્તાઓ સાથે વાતચીત ચાલી રહી છે. અમારી માંગણી છે કે, જે પ્રતિમાઓ તોડી પાડવામાં આવી છે. એને પુન:સ્થાપિત કરવામાં આવે. બીજી અમારી કોઈ માંગણી નથી.

 તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે સરકારે પાવાગઢ તીર્થધામ માટે કરોડો રૂપિયા વાપર્યા છે. અહીં 11 જૈન દેરાસરો છે. તો શું તીર્થધામ વિકાસમાં જૈનના મંદિરો નથી આવતા? અમે લઘુમતીઓમાં છીએ એનો મતલબ એવો કે, અમને નિગલેટ કરવાના? આજે સમસ્ત વડોદરા સંઘના અગ્રણીઓ કલેકટર કચેરીએ પહોંચ્યા છીએ અને કલેકટરને મળીને આવેદનપત્ર આપ્યું છે.

જૈન મુનિઓ અને સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન
 સુરતમાં જૈન મહાત્મા સહિત સમાજના અગ્રણીઓ કલેકટર કચેરી પર સૂત્રોચ્ચાર સાથે એકઠા થયા હતા. પાવાગઢના જૈન ભગવાનની પ્રતિમાઓ તોડી બહાર ફેંકી દેવાના પ્રકરણમાં જૈન અગ્રણીઓ, યુવાનોએ ‘જાગો જૈનો જાગો’ના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા કર્યા હતા. તેમજ કલેકટર કચેરીએ એકત્રિત થવાની હાકલ કરાઈ હતી. જેને પગલે મોટી સંખ્યામાં જૈન મહાત્મા સહિત શાસન પ્રેમીઓ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી નહીં ખસવાની ચીમકી ઉચ્ચારી હતી.

જૈનો જાગવાની હાકલ સાથે મેસેજ ફરવા લાગ્યા
 જૈન અગ્રણીઓના જણાવ્યા મુજબ પાવાગઢ ખાતે જૈન તીર્થાલયમાં તોફાની ફાટી નીકળ્યું હતું. તોફાનમાં જૈન દેરાસરમાંથી ભગવાન મહાત્માઓની મૂર્તિઓને બહાર ફેંકી દેવામાં આવી હતી. જેના ઘેરા પ્રત્યાઘાત સુરતમાં જોવા મળ્યા હતા.

સુરત શહેરના જૈન શાસક પ્રેમીઓ દ્વારા સોશિયલ મીડિયામાં જૈનોને જાગવાની હાકલ સાથે મેસેજ ફરવા લાગ્યા હતા. જે મેસેજને લઈને જૈન મહાત્માઓ અને શાસક પ્રેમીઓ દ્વારા રાત્રે તાત્કાલિક ધોરણે દિવાળીબાગ ઉપાશ્રયમાં જીનપ્રેમવિજયજી મહારાજની નિશ્રામાં મિટિંગ યોજાઈ હતી.

► દ્વેષ બુધ્ધિથી કોઇએ મૂર્તિ તોડી હોવાનો જૈનમુનિનો આરોપ
પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયાની બાજુમાં સ્થાપિત કરાયેલી 500 વર્ષ જુની જૈનોના તીર્થકર નેમિનાથની પ્રતિમાઓને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા કાઢી લેવામાં આવતા સમગ્ર જૈન સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

ગઇકાલે બપોરે આ સમગ્ર ઘટનાની જાણ જૈન સમાજને થતાં સુરતમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા જૈન સમુદાયને સંબોધતા જૈનાચાર્યએ પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક પંડ્યા સામે નારાજગી જાહેર કરી હતી.

આ સાથે જૈન મુનિએ આરોપ લગાવ્યો છે કે, દ્વેષબુધ્ધિથી કોઇએ મૂર્તિ તોડી પાડી છે. તો મોડીરાત્રે હાલોલમાં જૈન સમાજ પાવાગઢ પોલીસ મથકે એકઠો થતાં જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જૈન સમાના આગેવાનોએ આવેદન આપી જિલ્લા એસપી તેમજ કલેક્ટર સાથે વાત કરતાં તેમને પ્રતિમાઓને યથાસ્થાને મૂકી દેવાની ખાતરી આપતા મધ્યરાત્રે મામલો શાંત પડ્યો હતો.

► જૈન અગ્રણીઓ દ્વારા રાજ્યના  ગૃહમંત્રીને રજૂઆત કરાઇ
જૈન સમાજના અગ્રણીઓ દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરવામાં આવી છે અને આગામી સમયમાં દેશભરમાં આ મુદ્ે આવેદનપત્ર આપવામાં આવશે તેમ જણાવાયું હતું. બીજી તરફ હર્ષ સંઘવી દ્વારા પણ આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

જૈન સમાજના સભ્યોએ માગણી કરી હતી કે, પાવાગઢમાં ખંડિત થયેલી મૂર્તિઓની સાથે દેરાસરનો જિર્ણોદ્ધાર કરવામાં આવે અને જૈન સમાજને સુપ્રત કરવામાં આવે. આગામી દિવસોમાં ગુનેગારો સામે જો કડકમાં કડક કાર્યવાહી કરવામાં ન આવે તો આ મામલે જૈન સમાજ દેશભરમાં દેખાવો કરશે.

► જૈન સમાજની બે માંગણી: ગુનેગારોને કડક સજા તથા જગ્યાનો ર્જીણોધ્ધાર
પાવાગઢની ઘટના બાદ રવિવારે મોડી રાત્રે પહેલીવાર સુરતની કલેક્ટર કચેરીને ખોલવામાં આવી હતી. જો કે, જૈન સમાજના સભ્યોએ  અધિક કલેક્ટરને કરેલી રજૂઆતમાં માત્ર આશ્ર્વાસ મળ્યું હોવાનું સભ્યોનું કહેવું હતું.

જેને કારણે જીનપ્રેમ વિજયજી મહારાજ દ્વારા શાંતિપૂર્ણ રીતે કલેક્ટર ઓફિસે જ બેસી ધરણા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત આક્રોશમાં આવીને ખોટું પગલું ભરવા કે વ્યકિતગત ટિપ્પણી ન કરવા પણ સમાજના લોકોને મહારાજ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

મોડી રાત્રે પહેલીવાર કલેક્ટર કચેરી ખોલવી પડી
પાવાગઢની ઘટનાને પગલે સુરતમાં રવિવારે મોડી રાત્રે પહેલીવાર કલેક્ટર કચેરી ખોલવી પડી હતી. જૈન સમુદાયના અંદાજે અઢી હજારથી વધુ લોકોએ કલેક્ટર કચેરીએ ધસી જઇ ભારે વિરોધ નોંધાવી આવેદનપત્ર આપ્યું હતું.

► જૈન સમાજની મુખ્ય માંગણીઓ
(1) મૂર્તિ ખંડિત કરનારાઓની તાત્કાલીક ધરપકડ કરવામાં આવે અને આકરા પગલા ભરવામાં આવે.
(2) દેરીઓ માટે સરકાર તાત્કાલીક વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા ઉભી કરી સમાજને સુપરત કરે.
(3) આજથી જ ર્જીણોદ્ધારની પ્રક્રિયા શરૂ કરવામાં આવે અને યુદ્ધના ધોરણે કામ કરવામાં આવે.
પાવાગઢમાં મૂર્તિ-પગથિયાં તોડવા મામલે મોડી રાતે જૈન સમાજના આગેવાનો તથા સભ્યો કલેક્ટર ઓફિસે ધસી ગયા હતા. જૈન સમાજના અંદાજે અઢી હજારથી વધુ લોકો કલેક્ટર ઓફિસે આવતા અધિક કલેક્ટર વિજય રબારી અને કોર્પોરેટર બ્રિજેશ ઉનડકટે તેમની રજૂઆતો સાંભળી હતી.

► વડોદરા જૈન સમાજ દ્વારા કલેક્ટરને આવેદન
પાવાગઢમાં જૈન તીર્થંકર ભગવાન નેમિનાથ સહિતની પ્રતિમાઓને તોડી નાખવામાં આવતા જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેને પગલે વડોદરા સમસ્ત જૈન સંઘના અગ્રણીઓ વડોદરા કલેક્ટરના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપીને પ્રતિમાઓને પુન: સ્થાપિત કરવામાં આવે અને આ કૃત્ય કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

► વડોદરા જૈન સમાજ દ્વારા કલેક્ટરને આવેદન
પાવાગઢમાં જૈન તીર્થંકર ભગવાન નેમિનાથ સહિતની પ્રતિમાઓને તોડી નાખવામાં આવતા જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેને પગલે વડોદરા સમસ્ત જૈન સંઘના અગ્રણીઓ વડોદરા કલેક્ટરના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપીને પ્રતિમાઓને પુન: સ્થાપિત કરવામાં આવે અને આ કૃત્ય કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

► વડોદરામાં કલેક્ટરના ઘરે જૈન મુનિઓ પણ પહોંચ્યા

 

 

 

 

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj