શિમલા:
શિમલામાં પાણીની કટોકટી વધુ ઘેરી બની છે. ચાર-પાંચ દિવસે પાણી આપવામાં આવે છે. જેના કારણે લોકો પણ પરેશાન થઇ ગયા છે. પાણીની તંગીના કારણે શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમીના કારણે જળ યોજનાઓમાં પાણીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પાંચ દિવસથી લોકો પાણીની રાહ જોઇ રહ્યા છે. શહેરના પરા વિસ્તારોમાં લોકો ત્રાહીમામ બન્યા છે. જો કે વોટર મેનેજમેન્ટ કોર્પો.નો દાવો છે કે શહેરમાં બે દિવસમાં પાણીનો પુરવઠો નિયમિત બની જશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy