હાર્દિક પંડયાને કેપ્ટનશીપ સોંપ્યાની સાથે જ સળંગ બે મેચમાં હાર

મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં ‘તડા’ : આકાશ અંબાણી-રોહિત શર્મા વચ્ચે ‘ગરમાગરમી’?

India, Sports | 29 March, 2024 | 04:00 PM
રોહિત, બુમરાહ, સુર્યા, તિલક વર્માનું એક જૂથ અને હાર્દિક પંડયા, ઇશાન કિશન તથા અન્ય ખેલાડીઓનું બીજુ ગ્રુપ રચાયાના મીડિયા રીપોર્ટમાં દાવો : જોકે મુંબઇ ઇન્ડિયન્સના માલિકો પંડયાની પડખે : હાર્દિક પંડયાની પર્સનલ લાઇફ પર પણ સોશ્યલ મીડિયામાં જબરા પ્રહારો
સાંજ સમાચાર

મુંબઇ, તા.29
આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ પાંચ વધુ ચેમ્પિયનશીપ ટાઇટલ જીતનારી મુંબઇ ઇન્ડિયન્સની ટીમ વર્તમાન ટુર્નામેન્ટના પ્રથમ બંને મેચ હારી ગયાના પગલે ટીમમાં ધમાસાણ સર્જાયુ છે અને ટીમમાં બે ભાગ પડી ગયા હોવા ઉપરાંત પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને ટીમના માલિક આકાશ અંબાણી વચ્ચે ગરમાગરમી સર્જાયાની પણ ચર્ચા થવા લાગી છે. 

આઇપીએલ ટુર્નામેન્ટ પૂર્વે જ મુંબઇ ઇન્ડિયન્સે હાર્દિક પંડયાને ટીમમાં લીધો હતો અને રોહિત શર્માના સ્થાને તેને  કેપ્ટન બનાવી દીધો હતો. રોહિત શર્માના ફેન્સે સોશ્યલ મીડિયા પર જબરો બળાપો કાઢયો હતો. આ દરમ્યાન મુંબઇ ઇન્ડિયન્સ પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ સામે અને બીજો મેચ હૈદ્રાબાદ સનરાઇઝર્સ સામે હારી જતા ટીમમાં ધમાસાણ ખુલ્લુ પડવા લાગ્યું છે.

એમ કહેવાય છે કે, મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં ખેલાડીઓના રીતસરના બે ભાગલા જ પડી ગયા છે. એક ગ્રુપમાં રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, તિલક વર્મા જેવા ખેલાડીઓ છે જયારે સામા ગ્રુપમાં હાર્દિક પંડયા, ઇશાન કિસન તથા અન્ય ખેલાડીઓ છે.

હાર્દિક પંડયા સામે ક્રિકેટ ફેન્સની ટીકા અને બે મેચમાં પરાજય છતાં ટીમના માલિક નીતા અંબાણી અને આકાશ અંબાણીનું હાર્દિક પંડયાને સંપૂર્ણ સમર્થન રહ્યું છે અને કેેપ્ટનશીપ મામલે કોઇ યુ-ટર્ન લેવા અથવા ફરીથી રોહિતને સુકાન સોંપવાની તૈયારી નથી. 

બીજી તરફ સનરાઇઝર્સ હૈદ્રાબાદ સામે પરાજય થયા બાદ ટીમના માલિક આકાશ અંબાણી અને પૂર્વ કેપ્ટન રોહિત શર્મા વચ્ચે ઉગ્ર વાતચીત થયાનું પણ કહેવાય છે. હૈદ્રાબાદ સામે હાર બાદ મુંબઇ ઇન્ડિયન્સના ‘ડગઆઉટ’માં પ્રથમ આકાશ અંબાણી, રોહિત શર્મા, તિલક વર્મા અને અન્ય એક સ્ટાફ મેમ્બર વાતચીત કરતા નજરે ચડયા હતા. ત્યારબાદ  તિલક વર્મા અને સ્ટાફ મેમ્બર રવાના થઇ ગયા હતા.

આકાશ અંબાણી અને રોહિત શર્મા થોડે દુર જઇને વાતચીત કરવા લાગ્યા હતા અને ત્યારે તેમના ચહેરાના હાવભાવ યોગ્ય ન હતા થોડી મીનીટોમાં હાર્દિક પંડયા પણ ચર્ચામાં જોડાયો હતો અને વ્યાપક પરામર્શ થયાનું જણાયું હતું. જોકે શું વાતચીત થઇ હોય તે વિશે બહાર આવ્યું નથી પરંતુ ચહેરાના હાવભાવ સારા ન હતા.

હાર્દિક પંડયાને કેપ્ટનશીપ સોંપ્યા બાદ મુંબઇ ઇન્ડિયન્સ ઓનલાઇન ટ્રોલનો સામનો કરવો પડે છે. તો આ ઉપરાંત  હવે હાર્દિક પંડયાના પરિવારને પણ ટવીટર સહિતના સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ પર અશોભનીય ટીપ્પણીનો સામનો કરવો પડે છે. 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj