સાગઠીયાના ભ્રષ્ટાચારના પટારામાંથી નીકળ્યો કુબેરના ખજાનાની સ્ફોટક માહિતી

Rajkot Fire Tragedy : 1200 ગ્રામના સોનાના હાર, 800 ગ્રામના કંદોરા મળ્યા : મોટા સેટ પર સ્ટેમ્પ પણ નહોતા : હવે ACB બેંક લોકરો ખોલશે

Crime | Rajkot | 03 July, 2024 | 04:05 PM
◙ રાજકોટના નામાંકીત શોરૂમના હેવી દાગીના જોઈ ACB છક થઈ ગઈ : આખે આખા સેટ જેમાં 1 કિલોના હાર, બુટ્ટી, કંદોરા, બલિયા હતા તો 150 ગ્રામની હેરપિન
સાંજ સમાચાર

◙ 2500 ગ્રામના તો ફકત ફાઈન ગોલ્ડના બિસ્કીટ : એસિબીની તપાસ દરમ્યાન સાગઠીયા સાથે તેનો મોટો ભાઈમાંથી એક વડીલ હાજર હતા

◙  તિજોરી એવી રીતે ઓફિસમાં ગોઠવી હતી કે અંદર જતા કોઈને શક પણ ન જાય : બાથરૂમની બાજુમાં કબાટ પાછળ તિજોરી રાખી હતી

રાજકોટ : ગત 25 મેના રોજ રાજકોટમાં દુ:ખદ અગ્નિકુંડમાં 27 લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ આ અંગે તપાસમાં અનેક ખુલાસા થયા જેમાં અધિકારીઓ સસ્પેન્ડ થયા. આ સમગ્ર ગેમ ઝોન ગેરકાયદે ચાલતું હતું જેમાં ફાયર કે ટાઉન પ્લાનિંગની કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી. તો અનેક સસ્પેન્ડ થયેલા અધિકારી જેમકે પૂર્વ ટોપીઓ સાગઠીયા સામે એસીબી (એન્ટી કરપશન બ્યુરો) દ્વારા તપાસ કરવામાં આવી.

આ તપાસમા અગાઉ 11 કરોડ ની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. ત્યારે સોમવારે મોડી રાતથી સાગઠીયાની 150 ફૂટ રીંગ રોડ પર આવેલ ટ્વીન ટાવર્સમાં  901 નંબરની ઓફીસમાં એસિબી અને ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી હતી. આ તપાસમાં સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે અને એસિબી દ્વારા અપાઈ સત્તાવાર માહિતી બાબતે અનેક સ્ફોટક ખુલાસા થયા છે.

સાગઠીયાની ઓફિસમાંથી સોનાના દાગીના, રોકડ સહિત 18 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી છે. આ તમામ વસ્તુ પોલીસ દ્વારા જપ્ત કરાઈ હતી. રાજકોટના સસ્પેન્ડેડ TPO સાગઠીયાની ઓફિસમાંથી 15 કરોડના દાગીના, 3 કરોડ રોકડ, 8.50 લાખની ડાયમંડ જ્વેલરી, ડોલર - પાઉન્ડ સહિત 1.82 લાખની વિદેશી ચલણી નોટો, સોનાની ઘડિયાળ સહિતની 18 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત જપ્ત કરતું ACB  ની વિગતો જાહેર કરાઈ હતી જેમાં.....

(1) સોના દાગીના તથા બિસ્કીટ આશરે 22 કિલોગ્રામ આશરે કિમંત રૂ.15,00,00,000/- (પંદર કરોડ)
(2) ચાંદીના દાગીના આશરે અઢી કિલોગ્રામ આશરે કિમંત રૂ.2,00,000/- (બે લાખ)
(3) ડાયમંડ ઝવેલરી આશરે કિંમત રૂ.8,50,000/-
(4) રોકડ ચલણી નોટો રૂ.3,05,33,500/- (ત્રણ કરોડ પાંચ લાખ તેત્રીસ હજાર પાંચ સો)
(5) જુદા-જુદા દેશોની ચલણી નોટો ભારતીય કિમંત આશરે રૂ.1,82,000/- (એક લાખ બીયાસી હજાર)
(6) સોનાના પટ્ટાવાળી ઘડિયાળ નંગ-2 તથા અન્ય કિંમતી ઘડિયાળ નંગ-6 આશરે કિ.રૂ.1,03,100/- ઉપરોકત મુદ્દામાલ ગુન્હાના કામે કબ્જે કરેલ છે. 

હવે આગામી બે થી ત્રણ દિવસમાં સાગઠીયાના બેંક લોકરો ખુલશે અને વધુ મોટો પટારો હાથ લાગે તેવી શંકા છે. સાગઠીયા સાથે તેનો મોટો ભાઈ જે ઓફિસની માલિકી ધરાવે છે અને વધુ એક વ્યક્તિ ત્યાં ઉપસ્થિત હતા.  

જડતર, પોલ્કીના હેવી દાગીના  70,000 ના પગારદાર પાસે કેવી રીતે હોય ? મોટા દાગીનામાં સ્ટેમ્પ પણ નહોતા, તેથી ખબર ન પડે કે ક્યાંથી આવ્યા છે ગઈકાલે એ.સી.બી ની કાર્યવાહી દરમ્યાન મળેલ દાગીનામાં બોક્સ પર રાજકોટના નામાંકીત શોરૂમ હતા પંરતુ ઘણા દાગીના એવા હતા જેમાં આખે આખા સેટ હોય અને એમાં શોરૂમના સ્ટેમ્પ ન હોય. બની શકે કે આ તમામ દાગીના ફકત રોકડ વ્યવહાર કરીને લીધા હોય અને જેને વેચાણ કર્યું હોય તેનું નામ દર્શાવું ન હોય.

સામાન્ય રીતે જ્યારે ગ્રાહક શોરૂમમાં દાગીના લેવા જાય ત્યારે એક લાખ જેટલી રકમથી વધુ કિંમતના દાગીના રોકડ થી ન લેવાતા હોય અને પાન કાર્ડ પણ જમાં કરવું પડતું હોય છે. આ ઉપરાંત સ્ટેમ્પ વગર દાગીના ન મળે, જેથી ખબર પડે કે તે જ્યાં જવેલર્સના છે.

◙ મીંઢા મોઢે રહી સાગઠીયાએ આખી રાત કાર્યવાહી દરમ્યાન ખૂણામાં બેસી એક પણ પ્રશ્નનો જવાબ ન આપ્યો 
રાજકોટ : સોમવારે મોડી રાત્રે સગાથીયની ઓફીસમાં એ.સી.બી દ્વારા કાર્યવાહી વખતે 18 કરોડના દાગીના તથા રોકડ મળી આવ્યા હતા. તે સમયે એક પછી એક જે વસ્તુ હાથમાં આવતી તે મનસુખ સાગઠીયા સાથે પુષ્ટિ કરવા પોલીસ દ્વારા પ્રશ્ન પૂછાતા કે આ ક્યાંથી લીધું, શું તમારું છે ? ત્યારે મીંઢા મોઢે રહી ખૂણામાં બેઠેલ મનસુખ સાગઠીયાએ એક પણ વખત હા કે ના નથી કહ્યું, તેને મોઢું પણ નથી ચલાવ્યું. એકાદ વખત તેને કીધું હશે કે ના, મને કંઈ યાદ નથી. 

ઓફિસમાં કોઈ ફર્નિચર નહતું, ફકત એક ટેબલ, બે ખુરશી અને વોશરૂમ : તિજોરી પણ એવી રીતે રખાઈ હતી કે કોઈને ધ્યાન પણ ન જાય
રાજકોટ : શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ટ્વીન ટાવરમાં સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠીયાની ઓફિસની તિજોરીમાંથી કુબેરનો ખજાનો મળી આવ્યો હતો. પણ આ ઓફિસમાં પગ મૂકતાં એવું લાગે પણ નહિ કે અહી આવો મોટો ખજાનો હશે. સામાન્ય ઓફિસ લાગે તેવું ફર્નિચર હતું. અને વોશરૂમ પાસે કબાટની અંદર તિજોરી મૂકવામાં આવી હતી. જે કોઈ વ્યક્તિ સામાન્ય રીતે આવે તેને લાગે નહિ કે ઓફિસની અંદર 18 કરોડના રોકડ દાગીના પણ આ રીતે રખાયા હશે. 

તિજોરીમાંથી પેન ડ્રાઇવ, સીડી મળી આવી : અનેક પ્રોજેકટની માહિતી કે ભાગીદારીનો હિસાબ હોવાની શંકા
રાજકોટ : સોમવારે 150 ફૂટ રીંગ રોડ પર આવેલ ટ્વીન ટાવર્સમાં સાગઠીયાની 901 ઓફિસમાંથી પોલીસ દ્વારા કરાયેલ કાર્યવાહી દરમ્યાન દાગીના રોકડ ઉપરાંત પેન ડ્રાઇવ અને સીડી પણ મળી આવી હતી. આ પેન ડ્રાઇવ પોલીસ દ્વારા લેપટોપમાં નખાયા બાદ સાગઠીયા વધુ સ્તબ્ધ થઈ ગયા હતા. આ પેન ડ્રાઈવમાં અનેક પ્રોજેક્ટની માહિતી અને સાથે ભાગીદારીના હિસાબ હોવાની શંકા છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj