સરકારી જમીન પચાવી પાડવાના કિસ્સામાં આરોપીઓની આગોતરા જામીન મંજુર કરતી કોર્ટ

Crime | Rajkot | 03 July, 2024 | 04:32 PM
સાંજ સમાચાર

વિંછીયા,તા.3
વિંછીયા ખાતેના સરકારી ખરાબાની જમીનમાં દુકાનોનું બાંધકામ કરી અને ધંધો ચાલુ કરેલો. જે જગ્યા સરકારી આવેલ હોય જેથી સર્કલ ઓફીસર, વિંછીયાએ સદરહુ જગ્યાનુ પંચરોજકામ કરી અને જમીનમાં દબાણ કરેલ હોય, જેથી દબાણ કેસ ચલાવવા રીપોર્ટ કરેલ જેથી મામલતદાર, વિછીયાએ ચારેય આરોપીઓ વિરૂધ્ધ અલગ-અલગ કેસ નંબરથી દબાણ કેસ ચલાવેલ અને સદરહુ કેસમાં દબાણ થયેલ હોવાનુ સાભીત થતા દંડ તથા અન્ય રકમ વસુલેલ. આ સમયગાળા દરમ્યાન ચારેય આરોપીઓએ દબાણ નિયમિત કરવા માટેની કલેક્ટરને અરજી આપેલ અને મામલતદારથી, વિછીયાએ સહ કુ દબાવ અંગે કલેક્ટર, રાજકોટને રીપોર્ટ કરી "સ્યુમોટો" પાવર્સનો ઉપયોગ કરી લેન્ડ ગ્રેબીંગ એકટ તળે ફરીયાદ નોંધાવવા હુકમ કરવા દરખાસ્ત કરેલ અન્વયે કલેક્ટર, રાજકોટએ હુકમ કરતા મામલતદાર, વિછીયા ધ્વારા વિછીયા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ચેબીંગ એકટ તળે ચારેય આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ રજીસ્ટરે લેવામાં આવેલી.

સદરહુ ફરીયાદ રજીસ્ટરે લેતા ચારેય આરોપીઓએ 1. હાઈકોર્ટમાં સ્ટે માટેની અરજી કરતા નથ હાઈકોર્ટે પરપકડ કરવા માટે સ્ટે ફરમાવી જે હાલમાં વર્ષ હાઈકોર્ટે સ્ટે ઉઠાવી લેતા અત્રેની સ્પે. એડી. જે. કોર્ટ જે.ડી. સુધાર સમિ સમક્ષ આગોતરા જામીન પર છોડવા અરજી ગુજારેલ જે અરજીની સાથે સાંયોગીક પુરાવાઓ, હાઈકોર્ટ તથા નાચે. સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજુ રાખેલ અને નામદાર કોર્ટે આરોપીઓના વકીલ જીતેન્દ્ર એચ. પારેખએ રજુ રાખેલ અરજીની હકીકત તથા સાથે રજુ રાખેલ પુરાવાઓ, થયેલ પંચરોજકામની વિગતો તેમજ નામ. હાઈકોર્ટ તથા નામ. સુપ્રિમ કોર્ટના ચુકાદાઓની છણાવટ તથા લેન્ડ ગેબીંગ કાયદાની કલમોની કરેલ છણાવટને ધ્યાને લઈ ચારેય આરોપીઓને આગોતરા જામીન અરજી મંજુર કરવા હુકમ ફરમાવેલ છે.

આ કામના આરોપીઓ વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી જીતેન્દ્ર એચ.પારેખ, એમ.વી.મેવાસીયા તથા જે.પી.બાલાસરા તથા આર.એ.પરમાર રોકાયેલા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj