મંચ્છાનગર અને કોઠારિયા મેઈન રોડ સાગર સોસાયટીમાંથી દારૂની 138 બોટલ ઝડપાઈ

Crime | Rajkot | 03 July, 2024 | 04:41 PM
બી ડિવિઝન અને ભકિતનગર પોલીસની કામગીરી: આરોપી ધવલ ગોસાઈને દબોચી લીધો: એકની શોધખોળ
સાંજ સમાચાર

રાજકોટ તા.3
મંચ્છાનગર અને કોઠારિયા મેઈન રોડ ન્યુ સાગર સોસાયટીમાંથી દારુની 138 બોટલ ઝડપાઈ હતી.પોલીસે ધવલ ગોસાઈને દબોચી લીધો હતો જ્યારે એકની શોધખોળ શરૂ કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ બી ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ જગદિશભાઈ ધાંધળ, શૈલેષભાઈ ઝાપડીયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલ કે આર.ટી.ઓ. પાછળ મંચ્છાનગર શેરી નં-5 ખાડામાં રહેતો ઈન્દુ વકાતરે પોતાના રહેણાક મકાનમાં દારૂનો જથ્થો રાખેલ છે. જે બાતમીના આધારે દરોડો પાડી મકાનમાંથી દારૂની 66 બોટલ જપ્ત કરી રૂ।600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ઈન્દુ લઘરાભાઈ વકાતર સામે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.

આ ઉપરાંત ભકિતનગર પોલીસ મથકના પીઆઈ એસ.ડી ગિલવા, કોન્સ્ટેબલ વિશાલભાઈ દવે સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલ કે કોઠારીયા મેઇન રોડ ન્યુ સાગર સોસાયટી શેરી નં-3 મોમાઇ પાન વાળી શેરીમાં રહેતો ધવલ ગોસાઈ પોતાના કબજા ભોગવટા વાળા મકાનમાં દારૂનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે મકાનમાંથી દારૂની 72 બોટલ સાથે ધવલ કાંતીગીરી ગોસાઈ (ઉ.વ.29) ને દબોચી લીધો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj