બ્રિટનમાં આજે ચૂંટણી: મોટી સંખ્યામાં ભારતવંશીઓ જીતી શકે છે: ‘બ્રિટીશ ફયુચર’ થીંક ટેન્કને આશા

World | 04 July, 2024 | 03:34 PM
ભારતીય મૂળના પીએમ સૂનક બોલ્યા: જો કરમાં વધારો રોકવો છે તો કન્ઝર્વેટિવના પક્ષમાં મતદાન કરો: બ્રિટનમાં બેલેટ પેપરથી થાય છે મતદાન: આવતીકાલે પરિણામ જાહેર થશે
સાંજ સમાચાર

લંડન (બ્રિટન) તા.4
બ્રિટનમાં આજે યોજાનારી સામાન્ય ચૂંટણી દેશના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી અલગ સંસદ જોવા મળી શકે છે. જેમાં મોટી સંખ્યામાં ભારતવંશી જીતી શકે છે. આ આશા ‘બ્રિટીશ ફયુચર થીંક ટેન્ક’ એ વ્યક્ત કરી છે.

બ્રિટનના ભારતીય મૂળના પીએમ ઋષિ સુનકે મતદાનના એક દિવસ પહેલા ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે લેબર પાર્ટીના સર્વોચ્ચ બહુમતને રોકો. એવું લાગે છે કે મોટાભાગના મોજૂદ કન્ઝર્વેટિવોએ સામાન્ય રીતે હાર માની લીધી છે, જયારે આપણે એક થવાની જરૂર છે.

બ્રિટનમાં પંજાબ મૂળના 20થી વધુ ઉમેદવારો મેદાનમાં છે તો 10 લાખ વોટર પણ છે. આ વખતે અનેક ભારતવંશી સાંસદોની જીતનું અનુમાન છે. ‘બ્રિટીશ ફયુચર’ થીંક ટેન્કના એક વિશ્લેષણ અનુસાર જો લેબર પાર્ટી બહુમતીમાં આવી તો તેમાં જાતીય લઘુમતી સાંસદોની સંખ્યા અત્યાર સુધીની સર્વાધિક થઈ શકે છે.

પીએમ ઋષિ સુનકે મતદાનના એક દિવસ પહેલા ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે લેબર પાર્ટીને સર્વોચ્ચ બહુમતથી રોકો. જો કરવૃદ્ધિ રોકવી છે તો તેને એક માત્ર ઉકેલ કંઝર્વેટીવ પાર્ટીને મતદાન કરવાનું છે. કયારે થશે વોટીંગ અને કયારે પરિણામ?: આજે 10 વાગ્યા સુધી વોટીંગ થશે. 5 જુલાઈએ સવારે 5 વાગ્યે પરિણામ આવી જશે.

ચૂંટણીમાં શું છે મુદ્દા?
આ ચૂંટણીમાં વધતી ઈમિગ્રેન્ટસની સંખ્યા પર લગામ કસવી, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદા છે.ભારતથી અલગ બ્રિટન ચૂંટણી: બ્રિટનમાં બેલેટ પેપરથી ચૂંટણી થાય છે, જયારે ભારતમાં ઈવીએમથી. બ્રિટનમાં ભારતની જેમ માર્ગો-દીવાલો પર પ્રચારના પોસ્ટર, બેનર નજરે નથી પડતા. વીક એન્ડમાં ઉમેદવાર ઘેર-ઘેર જઈ વોટ માંગે છે.શું રહેશે ભારતીયોની ભૂમિકા: બ્રિટનમાં 650માંથી લગભગ 50 સીટો પર ભારતીય મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj