♦ ગેંડાના શિંગડાની કિંમત સોના-ચાંદી-હિરા કરતા પણ વધુ: દર 20 કલાકે એક ગેંડાની હત્યા કરવામાં આવે છે
જોહનિસબર્ગ: માણસો પોતાના ફાયદા માટે અબોલ પશુઓને મારી નાખવામાં એક પળનો’ય વિચાર નથી કરતા. ઘણા દેશો એવા છે જયાં લગભગ દરરોજ જંગલી પ્રાણીઓને ચામડી, હાડકાં કે દાંત માટે હત્યા કરી નાખવામાં આવે છે.
સાઉથ આફ્રિકામાં લોકો ગેંડાનાં શિંગડાની ચોરી માટે વર્ષોથી એનો જીવ લઈ રહ્યા છે. ગેંડાના બચાવ માટે વૈજ્ઞાનિકોએ અનોખો રસ્તો શોધી કાઢયો છે જેનાથી શિકારી ઈચ્છે તો પણ ગેંડાની નજીક નહીં જઈ શકે.
અહીંના એક વન્યજીવ અભયારણ્યમાં 20 ગેંડાનાં શિંગડામાં રેડિયોએકિટવ પદાર્થ લગાવવામાં આવ્યો છે. જો કોઈ ગેંડાના શિંગડાને અડે તો તેનું મૃત્યુ થઈ જશે.
જોહનિસબર્ગની વિટ્સ યુનિવર્સિટીના ડિરેકટર જેમ્સ લાર્કિન અને તેમની ટીમે ગેંડાનાં શિંગડામાં રેડિયો આઈસોટોપ્સ ઈન્જેકટ કર્યા છે, જે ગેંડાઓ માટે ખતરનાક નથી, પણ શિકારીઓ માટે એ ઘાતક સાબિત થઈ શકે છે. આ રેડિયો એકિટવની મદદથી દેશની બહાર જતાં દાણચોરીનાં શિંગડાં પણ સરળતાથી પકડી શકાશે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, સાઉથ આફ્રિકામાં દર 20 કલાકે એક ગેંડાની હત્યા કરવામાં આવે છે, કેમ કે કાળાબજારમાં રાયનોનાં શિંગડાંની કિંમત સોના-ચાંદી અને હીરા કરતા પણ વધુ છે. એનો ઉપયોગ એશિયામાં કેટલીક દવા બનાવવામાં થાય છે અને અમુક લોકો ગેંડાનાં શિંગડાં કિંમતી ભેટ તરીકે પણ આપે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy