બેજીંન: કયારેક કોઈ ચોકકસ સાધન ન મળે તો ઘરમાં જે હાથવગું હોય એનાથી કામ ચલાવી લેતા હોઈએ છીએ.આવું જ કંઈક ચીનના હુબેઈ પ્રાંતમાં રહેતી કવીન અટક ધરાવતી મહિલાએ વીસ વર્ષ પહેલાં કરેલું.તેને પોતાના ખેતરમાંથી લાકડાના હેન્ડલવાળો એક લોખંડનો પીસ મળ્યો હતો.
લોખંડ સારું મજબૂત હતું.એટલે તે એને ઘરે લઈ આવી. જયારે પણ આખા મસાલા ખાંડવા હોય કે કયાંક ખીલી વગેરે ઠોકવી હોય તો એ હથોડા જેવું કામ આપતો. ડ્રાયફ્રૂટ્સનાં કડક છોતરાં છોલવાં હોય તો તે આ હથોડો વાપરતી વીસ વર્ષ સુધી તે વાપરતી રહી અને જયારે એ ઘસાઈ ગયો તો તેણે ભંગારમાં વેચવા માટે કાઢયો.
એ વખતે રહસ્ય બહાર આવ્યું કે એ તો ચાઈનીઝ હેન્ડ ગ્રેનેડ હતો.ભંગારવાળાએ તરત પોલીસમાં ખબર કરી અને આ હથોડો વેચનાર 90 વર્ષનાં માજી પાસે પહોંચી ત્યારે હકીકત જાણીને તેમના પગ તળેથી ધરતી સરકી ગઈ.પોતે વીસ વર્ષથી બોમ્બથી મસાલા અને ડ્રાયફૂટ કૂટતી હતી એ ખરેખર મોત સાથે ખેલ ખેલવા જેવી વાત હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy