લવમેરેજ બાદ પણ પરિવારે પુત્રીના બીજા લગ્ન કરાવી દીધા: હાઈકોર્ટે ‘પ્રેમી’ સાથે મિલન કરાવ્યુ

Gujarat | Ahmedabad | 30 April, 2024 | 12:34 PM
એક લગ્ન તૂટયા પછી પણ બીજે પરણાવ્યાનો ચોંકાવનારો કિસ્સો
સાંજ સમાચાર

અમદાવાદ:
 હાઈકોર્ટ સમક્ષ એક અત્યંત રસપ્રદ કિસ્સો આવ્યો હતો.જેમાં પ્રેમી સાથે યુવતીએ પ્રેમલગ્ન કર્યા હોવા છતાં કુટુંબીજનોએ યુવતીને પરત લાવી તેના લગ્ન બીજા પુરૂષ સાથે કરાવી દીધા હતા,.જે પુરૂષ તેને તરછોડી દેતા ફરી વધુ એકવાર તેના લગ્ન કરાવ્યા હતા.

આમ પ્રેમી સાથે કાયદેસરના લગ્ન પછી પરિવારે બે લગ્ન કરાવ્યા હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો.જેમાં પ્રેમીએ હાઈકોર્ટ સમક્ષ હેબીયસ કોર્પસ રીટ ક્રીને તેની પત્નિને હાજર કરવા અને તેની કસ્ટડી સોંપવાની દાદ માંગી હતી.

જેમાં યુવતીને કોર્ટ સમક્ષ હાજર કરાઈ હતી અને તેણે હાઈકોર્ટ સમક્ષ જે યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા તેની સાથે જ જીવન જીવવાની ઈચ્છા વ્યકત કરી હતી.યુવતી પુખ્તવયની હોવાથી હાઈકોર્ટે તેની ઈચ્છાને માન્ય રાખી પ્રેમી સાથે પતિ સાથે જવાની મંજુરી આપી હતી.

એટલૂ જ નહિં આ યુગલને પોલીસની સલામતી સાથે સુરક્ષીત સ્થળે જવા માટેની વ્યવસ્થા ગોઠવવાનો આદેશ પણ કર્યો છે. આ કેસમાં અરજદાર પ્રેમી તરફથી એડવોકેટ મુસેબ શેખે હાઈકોર્ટ સમક્ષ હેબીયસ કોર્પસ રીટ કરી હતી. આ રીટમાં હાઈકોર્ટે યુવતીને હાજર કરાવી તેની સાથે ચેમ્બરમાં વાતચીત કરી હતી.

જેમાં યુવતીએ કોર્ટ સમક્ષ એવી કેફીયત રજુ કરી હતી કે યુવતી 22 વર્ષની છે અને સાયકોલોજીમાં સ્નાતક થયેલી છે. તે પોતાનાં અધિકારો અને તેણે લીધેલા પગલાના પરિણામો વિશે સારી રીતે માહિતગાર હતી. તેણે પોતાની મરજીથી અરજદાર (જેની સાથે તેને પ્રેમ હતો) સાથે લગ્ન કર્યા હતા અને અમદાવાદ ખાતે આ લગ્નની નોંધણી પણ થયેલી હતી.

જોકે ત્યારબાદ તેના કુટુંબીજનો તેને બળજબરીથી ઉપાડી ગયા હતા.આ વ્યકિતને તેને છોડી દીધી હતી અને ત્યારબાદ તેના કુટુંબીજનોએ ત્રીજી વાર અન્ય વ્યકિત સાથે (આ કેસના પ્રતિવાદી) લગ્ન કરાવ્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj