♦ ઈન્ટરપોલના વડાનો ધડાકો: બેન્કો દ્વારા આ પ્રકારના વ્યવહારોને ડામવા આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ જરૂરી
નવી દિલ્હી તા.29
એક તરફ ડીજીટલ બેન્કીંગ સહિતના વધતા જતા નાણાકીય વ્યવહારો વચ્ચે પણ ગેરકાનુની નાણાંનો કારોબાર યથાવત રહ્યો છે અને ઈન્ટરપોલના મહાસચીવ જુર્ગન સ્ટોકએ ધડાકો કર્યો છે કે તમામ પ્રકારની સાવચેતી છતાં પણ વિશ્ર્વમાં દર વર્ષે રૂા.2 થી 3 લાખ કરોડનો ગેરકાનુની કારોબાર થાય છે.
જેમાં માદક દ્રવ્યોની દાણચોરી, માનવ દાણચોરી અને હથિયારોની તસ્કરી અને નાણાકીય છેતરપીંડી પણ સામેલ છે. તેમણે જણાવ્યું કે આજે ગેરકાનુની કારોબાર થાય છે તેમાં 90 ટકાની તો ઓળખ પણ મળતી નથી એટલે કે તે વ્યવહારો ભાગ્યે જ પકડાય છે. ઈન્ટરપોલ દ્વારા વિશ્વના તમામ દેશોની પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ મારફત માદક દ્રવ્યો ઉપરાંત માનવ અને હથિયારોની દાણચોરી પર સતત નજર રાખવામાં આવે છે.
આ તમામ પ્રકારની ગેરકાનુની પ્રવૃતિનું નેટવર્ક તેમ છતાં પણ બિન્દાસ્ત રીતે ચાલે છે અને તેમાં બેન્કીંગ સહિતના ક્ષેત્રો મારફત નાણાકીય લેવડદેવડ થાય છે જેમાં દર વર્ષે 2થી3 લાખ કરોડનો આ ગેરકાનુની કારોબાર ચાલે છે. બેન્કીંગ પ્રણાલીઓ તેના પર નજર રાખવામાં કે તેને અટકાવવામાં મોટાભાગે નિષ્ફળ રહી છે.
તેઓએ ઉમેર્યુ કે, આ વધતી જતી છેતરપીંડી અને ગેરકાનુની વ્યવહારોને ડામવામાં આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સની ભૂમિકા મહત્વની બની જશે. બેન્કો દ્વારા આ અંગે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ખાસ જરૂર છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy