ભાવનગરમાં રવિવારે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા : છાવણીમાં ફેરવાતો રૂટ

Gujarat, Dharmik | Bhavnagar | 05 July, 2024 | 11:42 AM
અમદાવાદ બાદની સૌથી મોટી યાત્રાની તૈયારીઓ પૂર્ણ : મહારાજા અને યુવરાજ સોનાના ઝાડુથી ‘પહિન્દ’ વિધિ કરશે : 100 ટ્રક, હાથી-ઘોડા, ફલોટસ, મંડળીઓ જોડાશે : સુરક્ષા તંત્રની ફલેગમાર્ચ
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી) ભાવનગર તા.5
ભાવનગર શહેરમાં પરંપરા મુજબ આગામી તા.7ને રવિવારે અષાઢ સુદ બીજનાં દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા સ્વ.ભીખુભાઈ ભટ્ટ પ્રેરીત અને જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા સતત 39મી વખત કાઢવામાં આવશે, રથયાત્રાનું પ્રસ્થાન ભાવનગરના નેક નામદાર મહારાજા વિજયરાજસિંહ તથા યુવરાજ જયવીરરાજસિંહના હસ્તે સોનાના ઝાડુથી ‘છેડાપોરા’ વિધિ તથા ‘પહિન્દ’ વિધિ કરી પ્રસ્થાન કરાવવામાં આવશે.

આ વર્ષે 39મી રથયાત્રા તા.7ને રવિવારના રોજ સવારે 8 કલાકે ભગવાન શ્રી જગન્નાથજી, મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓની શાસ્ત્રોકત વિધિ કરી સ્થાપના પૂજા-અર્ચન કરવામાં આવશે અને સંતો, મહંતો, મહામંડલેશ્વરો અને મહાનુભાવોની ઉપસ્થિતિ તથા ભાવનગરના નેક નામદાર મહારાજા વિજયરાજસિંહ તથા યુવરાજ જયવીરસિંહના હસ્તે સોનાના ઝાડુથી છેડાપોરા વિધિ તથા પહિન્દ વિધિ કરી દબદબાપૂર્વક રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે, તેમ રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરૂભાઈ ગોડલિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. અમદાવાદ બાદની આ બીજી મોટી રથયાત્રા હોય છે.

વિવિધ ફ્લોટ્સ
આ રથયાત્રામાં 100 ટ્રક, 2 જીપ, 20 ટ્રેકટર, 15 છકરડા, 2 હાથી, 6 ઘોડા, 4 અખાડા, જુદી-જુદી રાસ મંડળીઓ તેમજ ગણેશ ક્રિડામંડળ દ્વારા જીમ્નાસ્ટીક, સ્કેટીંગના દાવો તથા બોડીબિલ્ડીંગ એસોસીએશન દ્વારા પ્રદર્શન કરવામાં આવશે. સત્સંગ મંડળો, ડંકા, ઢોલ, ત્રાસા, નગારા, ડી.જે.સાઉન્ડ સિસ્ટમ ઉ52 ભગવાનના ગુણગાન ગાતા ગીતો સાથે રથયાત્રામાં જોડાશે તથા સામાજિક, ધાર્મિક, સંસ્થાઓ, ગાયત્રી પરિવાર વિગેરે તથા અન્ય ફલોટ આકર્ષણ બની રહેશે, તેમજ રાજહંસ નેચરલ ક્લબ ટ્રસ્ટ દ્વારા પ્રદૂષણની સામે વૃક્ષોનું વાવેતર લોકો કરે તે માટેનો ફલોટ તથા અનેકવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા જનજાગૃતિના ફલોટ્સ તેમજ લાખો શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો આ રથયાત્રામાં પગપાળા જોડાશે.

આ વર્ષે રથયાત્રામાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા, મંત્રી 52શોતમભાઈ સોલંકી, પૂર્વ મંત્રી જીતુ વાઘાણી, ભાવનગરના પૂર્વ સાંસદ ભારતીબેન શીયાળ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, મેયર ભ2ત બા2ડ વિગે2ે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

સમિતિ દ્વારા માઈક્રોપ્લાનીંગ
પરંપરાગત રીતે જે કાષ્ટના રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવે છે તે રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવશે, લોકોના સહકાર અને સમિતિ દ્વારા માઈક્રોપ્લાનીંગ કરવામાં આવે છે જેમાં જુદા જુદા વિભાગો જેવા કે પ્રચાર-પ્રસાર વિભાગ, રથ માટેની મીકેનીકલ ટીમ, ટ્રાન્સપોર્ટની ટીમ, પ્રસાદ વ્યવસ્થા ટીમ, સ્પર્ધાના નિર્ણાયકોની ટીમ, વહીવટીતંત્ર અને પોલિસ સાથે પત્ર વ્યવહાર, કોમ્યૂનીકેશન ટીમ, માળીકામ, માઈક અને લાઈટની ટીમ, ઓફિસ ટીમ, ફેબ્રીકેશન ટીમ તથા 200 જેટલા કાર્યકર્તાઓ અને આગેવાનો શ્રદ્ધાપૂર્વ કામગીરી કરે છે.

પત્રકાર પરિષદમાં હરૂભાઈ ગોંડલીયા, મનસુખભાઈ પંજવાણી, કરસનભાઈ વસાણી, પંકજભાઈ ગજ્જર ,અનિરુદ્ધસિંહ ગોહિલ, વિશાલભાઈ ત્રિવેદી ,કૌશિકભાઇ ચાંદલીયા, હરેશભાઈ ચાવડા, રાજુભાઈ બામ્બા ,ભાર્ગવભાઈ આહીર ,ક્રાંતિબેન ભટ્ટ, ભાવેશભાઈ ત્રિવેદી, કિશોરભાઈ ભટ્ટ અને હરપાલસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા.

ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા શહેરના 17 કિમી વિસ્તારોમાં ફરશે. રથયાત્રાની આયોજકો દ્વારા અને તંત્ર દ્વારા બંદોબસ્તની પૂરી તૈયારીઓ કરવામાં આવી છે. રથયાત્રાનું યુ-ટયુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ થશે. રથયાત્રામાં ભગવાનના પ્રસાદ રૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ 3 ટન ચણાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે.

બંદોબસ્ત
રથયાત્રાના બંદોબસ્ત માટે રેપિટ એક્શન ફોર્સ સહિતની લશ્કરી ટુકડીઓ એ ભાવનગરમાં આવી રથયાત્રાના બંદોબસ્ત મ જોડાય છે. શહેરના સંવેદનશીલ વિસ્તારો લશ્કરી છાવણીમાં ફેરવાયા છે.રથયાત્રા પ્રસ્થાન સ્થાન ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી ભાવનગર રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા, તમામ પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ, એલસીબી, એસઓજી સહિતના પોલીસ અધિકારી-કર્મચારીઓના મસમોટા કાફલાએ રથયાત્રા રૂટનું ફ્લેગ માર્ચ કર્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj