રાજકોટમાં અષાઢી બીજની રથયાત્રા : રૂટ પર વાહનો માટે પ્રવેશબંધી

Saurashtra, Dharmik | Rajkot | 05 July, 2024 | 12:10 PM
ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે માર્ગો પરથી નીકળશે ત્યાં તમામ વાહનો માટે નો-પાર્કિંગ જાહેર કરાયું : પોલીસ કમિશ્ર્નરનું જાહેરનામુ
સાંજ સમાચાર

રાજકોટ, તા.5
રવિવારે રાજકોટમાં અષાઢી બીજની રથ યાત્રા યોજાવાની છે. આ રૂટ પર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી જાહેર કરાઈ છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે માર્ગો પરથી નીકળશે ત્યાં તમામ વાહનો માટે નો-પાર્કિંગ જાહેર કરાયું હતું. આ અંગે પોલીસ કમિશનરનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જાહેરનામામાં જણાવાયું છે કે, તા.7/7/2024ના રોજ અષાઢી બીજ પર્વ નિમિત્તે યોજાનાર રથયાત્રા જગન્નાથ મંદિર કૈલાસધામ આશ્રમથી શરૂ થઇ નિયત રૂટ ઉપર પસાર થનાર હોય અને આ રથાયાત્રામાં રાજકોટ શહેર તથા આજુ-બાજુના ગામડાઓમાંથી ખુબ જ મોટા પ્રમાણમાં આમ જનતા દર્શનાર્થે આવનાર હોય. જેથી રૂટ રથયાત્રા જે રોડ ઉપરથી પસાર થનાર હોય તેના એક કલાક પહેલા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને નો-પાર્કિંગ જાહેર કરવામાં આવેલ છે.

રથયાત્રા ખોડીયાર આશ્રમ શરૂ થશે. મોક્કાજી સર્કલ, વૃંદાવન સોસાયટી મેઇન રોડ, ન્યારા સંપ કાલાવડ રોડ, નીલ દા ધાબાથી પુષ્કર ધામ મેઇન રોડ, જે.કે. ચોક, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, ટી-પોઇન્ટ, એચ.પી.પેટ્રોલ પંપથી સાધુ વાસવાણી રોડ, આલાપ ગ્રીન સીટીથી રેયા રોડ, બાપા સીતારામ ચોક, રૈયા ચોકડી, હનુમાન મઢી ચોક, આઝાદ ચોક, આમ્રપાલી અંડર બ્રીજ, કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, સદર બજાર મેઇન રોડથી સદર પોલીસ ચોકી, હરીહર ચોક, લીમડા ચોક, એસ.બી.આઇ., ટી-પોઇન્ટ, ત્રીકોણ બાગ ચોક, ઢેબર ચોક, સાંગણવા ચોક, રાજેશ્રી સીનેમા, ભુપેન્દ્ર રોડ, સ્વામીનારાયણ મંદિરથી ભુપેન્દ્ર રોડ ટી-પોઇન્ટ, પેલેસ રોડ, ગુંદાવાડી પોલીસ ચોકી, કેનાલ રોડ બોમ્બે આર્યનથી કેવડાવાડી મેઇન રોડ, પવનપુત્ર ચોક, સોરઠીયાવાડી સર્કલ, કોઠારીયા રોડ મેઇન રોડ, સુતા હનુમાન, નીલકંઠ ટોકીઝ, દેવપરા ચોક, આંબેડકર ભવનથી સહકાર મેઇન રોડ, ત્રીશુલ ચોક, ઢેબર કોલોની, ઢેબર રોડ, પી.ડી.એમ. ફાટક થઇ પી.ડી.એમ. કોલેજ થઇ સ્વામીનારાયણ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ, આનંદ બંગલા ચોક, મવડી મેઇન રોડ, મવડી ફાયર બ્રીગેડથી માયાણી ચોક, રાજનગર ચોકથી, નાના મૌવા મેઇન રોડ, નાના મૌવા સર્કલ, પ્રતિલોક પાર્ટી પ્લોટ, અજમેરા શાસ્ત્રીનગર, નાના મૌવા ગામથી કૈલાસ ધામ નીજ મંદિર ખાતે પરત આવી પુર્ણ થશે. આ રૂટના રોડ ઉપર તમામ પ્રકારના વાહનો માટે "પ્રવેશ બંધ અને નો-પાર્કિંગ’ જાહેર કરવામાં આવેલ છે.

જાણો ક્યાં રોડ પરથી વાહનો જઈ શકશે નહીં
નાના મૌવા ગામ, મોક્કાજી સર્કલ, વૃદાવન સોસાયટી મેઇન રોડ, ન્યારી સંપ કાલાવડ રોડ સુધી ડાબી બાજુનો રોડ બંધ કરી તેની જગ્યાએ જમણી બાજુના રોડ ઉપર અવર-જવર કરી શકાશે. ન્યારી સંપ કાલાવડ રોડ, નીલ દા ધાબા સુધી ડાબી બાજુનો રોડ બંધ કરી તેની જગ્યાએ જમણી બાજુના રોડ ઉપર અવર-જવર કરી શકાશે. રથયાત્રા સમય દરમ્યાન એ.જી. ચોકથી કાલાવડ રોડ ઉપર કોઇપણ પ્રકારના વાહનો જઈ શકાશે નહી.  નીલ દા ધાબા કલાવડ રોડથી પુષ્કર ધામ મેઇન રોડ, જે.કે.ચોક સુધી ડાબી બાજુનો રોડ બંધ કરી તેની જગ્યાએ જમણી બાજુના રોડ ચાલુ રહેશે.

જે.કે. ચોક, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, ટી-પોઇન્ટ, એચ.પી.પેટ્રોલ પંપથી સાધુ વાસવાણી રોડ સુધી ડાબી બાજુનો રોડ બંધ કરી તેની જગ્યાએ જમણી બાજુના રોડ ઉપર અવર-જવર કરી શકાશે. યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, ટી-પોઇન્ટ, એચ.પી.પેટ્રોલ પંપથી સાધુવાસવાણી રોડ, આલાપ ગ્રીન સીટીથી રૈયારોડ સુધી રથયત્રા પસાર થાય ત્યાં સુધી તે રોડ ઉપર કોઇપણ પ્રકારના વાહનો અવર-જવર કરી શકાશે અને રોડ ક્રોસ પણ કરી શકશે નહીં. બાપા સીતારામ ચોકથી, રૈયા ચોકડી સુધી ડાબી બાજુનો રોડ બંધ કરી તેની જગ્યાએ જમણી બાજુના રોડ ઉપર અવર-જવર કરી શકાશે.

રૈયા ચોકડીથી હનુમાન મઢી ચોક, આઝાદ ચોકથી આમ્રપાલી અંડર બ્રીજ સુધી ડાબી બાજુનો રોડ બંધ રહશે. કિશાનપર ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધી ડાબી બાજુનો રોડ બંધ રહેશે. જિલ્લા પંચાયત ચોકથી ફુલછાબ ચોક સુધી કોઇપણ પ્રકારના વાહનો અવર- જવર કરી શકાશે નહી. ખોડીયાર હોટલ અને ભીલવાસ ચોકથી ફુલછાબ ચોક તરફ કોઇપણ પ્રકારના વાહનો આવી શકાશે નહીં. 

સદર બજાર મેઇન રોડથી સદર પોલીસ ચોકી, હરીહર ચોક સુધી કોઇપણ પ્રકારના વાહનો અવર-જવર કરી શકાશે નહીં. હરીહર ચોકથી લીમડા ચોક સુધી કોઇપણ પ્રકારના વાહનો અવર-જવર કરી શકાશે નહીં. લીંમડા ચોકથી એસ.બી.આઇ. ટી-પોઇન્ટ સુધી કોઇપણ પ્રકારના વાહનો અવર-જવર કરી શકાશે નહીં. એસ.બી.આઇ. ટી-પોઇન્ટથી ત્રીકોણ બાગ ચોક સુધી ડાબી બાજુનો રોડ બંધ કરી તેની જગ્યાએ જમણી બાજુના રોડ ઉપર અવર-જવર કરી શકાશે. સર અમરસિહંજી રોડ, યાજ્ઞીક રોડથી ત્રીકોણ બાગ આવી શકાશે નહીં.

ત્રીકોણ બાગ ચોક, ઢેબર ચોકથી સાંગણવા ચોક સુધી સાંગણવા ચોકથી ભુપેન્દ્ર રોડ, સ્વામીનારાયણ મંદિર સુધી કોઇપણ પ્રકારના વાહનો અવર- જવર કરી શકાશે નહીં. પેલેસ રોડ થી ગુંદાવાડી પોલીસ ચોકી સુધી કોઇપણ પ્રકારના વાહનો અવર -જવર કરી શકાશે નહીં. ગુંદાવાડી પોલીસ ચોકીથી કેનાલ રોડ બોમ્બે આર્યન ચોક સુધી કોઇપણ પ્રકારના વાહનો અવર- જવર કરી શકાશે નહીં.

કેવડાવાડી મેઇન રોડ, પવનપુત્ર ચોકથી સોરઠીયાવાડી સર્કલ સુધી કોઇપણ પ્રકારના વાહનો અવર-જવર કરી શકાશે નહીં. કોઠારીયા રોડ મેઇન રોડ, સુતા હનુમાન, નીલકંઠ ટોકીઝ, દેવપરા ચોક, આંબેડકર ભવન, કોઠારીયા રોડ ધવલ ઇલેકટ્રીકસ સહકાર મેઇન રોડ સુધી ડાબી બાજુનો રોડ બંધ કરી તેની જગ્યાએ જમણી બાજુના રોડ ઉપર અવર-જવર કરી શકાશે.

સહકાર મેઇન રોડ, ત્રીશુલ ચોક, ઢેબર કોલોની થી ઢેબર રોડ, પી.ડી.એમ. ફાટક સુધી ત્યાંથી પી.ડી.એમ. કોલેજ સુધી પી.ડી.એમ. કોલેજથી સ્વામીનારાયણ ચોક સુધી કોઇપણ પ્રકારના વાહનો અવર-જવર કરી શકાશે નહીં. આનંદ બંગલા ચોકથી મવડી મેઇન રોડ, મવડી ફાયર બ્રીગેડ સુધી ત્યાંથી માયાણી ચોકથી રાજનગર ચોક સુધી કોઇપણ પ્રકારના વાહનો અવર-જવર કરી શકાશે નહીં.

રાજનગર ચોકથી નાના મૌવા મેઇન રોડ, નાના મૌવા સર્કલ, પ્રતિલોક પાર્ટી પ્લોટ, અજમેરા શાસ્ત્રીનગર, નાનામૌવા ગામથી કૈલાસધામ નીજ મંદિર સુધી ડાબી બાજુનો રોડ બંધ કરી તેની જગ્યાએ જમણી બાજુના રોડ ઉપર અવર-જવર કરી શકાશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj