ક્રિકેટ જગતની સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટમાં ડઝન રેકોર્ડ

IPL ના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર, સર્વાધિક 38 છગ્ગા મેચમાં 523 રન: હૈદરાબાદ-મુંબઈ જંગમાં વિક્રમોની વણઝાર

India, Sports | 28 March, 2024 | 12:25 PM
♦ 277 રનનો રેકોર્ડબ્રેક સ્કોર ખડકનાર હૈદરાબાદે પ્રતિ સ્પર્ધી મુંબઈને 31 રને હરાવ્યુ
સાંજ સમાચાર

♦ હૈદરાબાદનાં બેટરોની વિસ્ફોટક બેટીંગ:હેડના 24 દડામાં 62, અભિષેકનાં 23 દડામાં 63, કલાસેનનાં 34 દડામાં અણનમ 80 રન

 

♦ એક જ ઈનિંગમાં ફાસ્ટેસ્ટ ફીફટીના વિક્રમો સર્જાયા: ચાર બોલરોએ 4-4 ઓવરમાં 50 થી વધુ રન દીધા

 

♦ પાવર-પ્લેની છ ઓવરમાં 81 રન અને પ્રથમ દસ ઓવરમાં 148 રન ઝુડવાનો પણ રેકોર્ડ

 

હૈદરાબાદ તા.28
આઈપીએલનાં મુંબઈ સામેનાં મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે વિસ્ફોટક બેટીંગના જોરે 31 રને શાનદાર વિજય હાંસલ કર્યો હતો.આઈપીએલનાં ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર મેચમાં સૌથી વધુ સીકસ સહીતનાં વિક્રમોની હારમાળા સર્જાઈ હતી આ જીત સાથે હૈદરાબાદે વિજયનું ખાતુ ખોલ્યુ હતું.

હૈદરાબાદમાં રમાયેલા ટુર્નામેન્ટનાં આઠમા મેચમાં હોમ ટીમે કમાલ સર્જી હતી અને ચોકકા-છગ્ગાની સુનામી વચ્ચે અનેક નવા રેકોર્ડ સર્જી દીધા હતા. સપાટ વિકેટ પર ટોસ જીતીને મુંબઈ ઈન્ડીયન્સે હૈદરાબાદને બેટીંગમાં ઉતારવાની ભુલ કરી હોય તેમ ઓપનરોએ આવતાવેંત આક્રમક બેટીંગ શરૂ કરી દીધુ હતું. વન-ડે વર્લ્ડકપની ફાઈનલનાં હીરો ટ્રેવીસ હેડ તથા મયંક અગ્રવાલે પ્રથમ ઓવરથી જ મુંબઈનાં બોલરોને ઝુડવાનું શરૂ કરી દીધુ હતું.

પ્રારંભીક ઓવરમાં હેડને જીવતદાન મળ્યુ હતું.પરંતુ ત્યારબાદ તે વધુ આક્રમક બની ગયો હતો અને ચોકકા-છગ્ગાની સુનામી સર્જી દીધી હતી મયંક અગ્રવાલ 11 રને આઉટ થયા બાદ અભિષેક સાથે બેફામ ફટકાબાજી કરી હતી.

હૈદરાબાદે છ ઓવરનાં પાવર પ્લેમાં જ 81 રન ઝુડી નાખ્યા હતા તેના પરથી જ સ્ફોટક બેટીંગનો અંદાજ નીકળી જતો હતો હેડે 18 દડામાં ફીફટી પુરી કરીને હૈદરાબાદ વતી સૌથી ઝડપી અર્ધસદીનો રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ હેડની જેમ જ બેફામ ફટકાબાજી કરતા અભિષેકે ચાર ઓવરમાં જ આ રેકોર્ડ પોતાના નામે કરીને માત્ર 16 દડામાં ફીફટી પુર્ણ કરી હતી. હેડ 24 દડામાં 63 રન બનાવીને આઉટ થયો હતો.

જયારે સ્ફોટક બેટર કલાસેને મુંબઈનાં બોલરોની ખબર લેવાનું શરૂ કરી દીધુ હતું. મેચની અંતિમ ઓવર સુધી આક્રમક ફટકાબાજી જારી રહી હતી.કલાસેન 34 દડામાં 80 તથા માર્કરમ 28 દડામાં 42 રને અણનમ રહ્યા હતા. 

હૈદરાબાદે 20 ઓવરમાં જ 3 વિકેટે 277 રન બનાવ્યા હતા.તે આઈપીએલના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બન્યો હતો. આ પુર્વે 2013 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રચેલો 265 રનનો રેકોર્ડ 11 વર્ષે તૂટયો હતો. હૈદરાબાદનાં ખેલાડીઓએ કુલ 18 છગ્ગા ફટકાર્યા હતા અને 19 ચોકકા ઝીકયા હતા.

278 રનના ટારગેટ સાથે મેદાને પડેલી મુંબઈ ઈન્ડીયન્સે પણ જીતનો મિજાજ દર્શાવ્યો હોય તેમ રોહીત શર્મા તથા ઈશાન કિસનની જોડીએ પ્રથમ ઓવરથી જ સ્ટોફક બેટીંગ કરી હતી ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવ્યો હતો અને ચોથી ઓવરમાં જ 56 રન ઝુડી નાખ્યા હતા. ત્યારે શાહબાજનાં દડામાં ઈશાન કિશન 13 દડામાં 4 છગ્ગા અને બે ચોકકા સાથે 34 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ રોહીત શર્મા ઝડપી રન બનાવવાનાં પ્રયાસમાં 12 દડામાં 26 રન બનાવીને આઉટ થયો હતો.

તેણે 3 છગ્ગા અને એક ચોકકો ફટકાર્યો હતો.આ પછી નમન ધીર તથા તિલક વર્માએ બાજી સંભાળીને સ્કોર 150 સુધી ખેંચી ગયા હતા ત્યારે નમન 30 રને આઉટ થયો હતો. હાર્દિક પંડયા આક્રમક રહેવા છતાં અસલી રંગ બતાવી શકયો ન હતો. તિલક વર્મા 34 દડામાં 64 રન બનાવીને આઉટ થયો હતો.હાર્દિક 20 દડામાં 24 રન બનાવી શકયો હતો. અંતિમ ઓવરોમાં ટીમ ડેવીડ તથા શેફર્ડે મોટા ફટકા માર્યા હતા. છતા વિજય દુર રહી ગયો હતો 20 ઓવરમાં મુંબઈનાં પાંચ વિકેટે 246 રન થયા હતા અને 31 રને હાર થઈ હતી.ટીમ ડેવીડ 22 દડામાં 42 તથા શેફર્ડે 6 દડામાં 15 દડામાં રન બનાવીને અણનમ હતા.

આઈપીએલનાં આ મેચમાં રેકોર્ડની હારમાળા સર્જાઈ હતી હૈદરાબાદે અત્યાર સુધીનો સૌથી મોટો 277 રનનો જુમલો ખડકયો હતો  આ સિવાય સમગ્ર મેચમાં 38 છગ્ગાનો રેકોર્ડ બન્યો હતો. હૈદરાબાદે 18 તથા મુંબઈએ 20 છગ્ગા ફટકાર્યા હતા. આ પૂર્વે 2018 માં બેંગ્લોર-ચેન્નાઈ મેચમાં 33 છગ્ગા લાગ્યા હતા.

હૈદરાબાદ પ્રથમ 10 ઓવરમાં 148 રન બનાવ્યા હતા. પાવર પ્લેની 6 ઓવરમાં 81 રન કર્યા હતા તે પણ એક રેકોર્ડ છે. સમગ્ર મેચમાં કુલ 523 રન બન્યા હતા તે પણ એક રેકોર્ડ છે. હૈદરાબાદે 277 તથા મુંબઈએ 246 રન કર્યા હતા.

200મી મેચ રમી રહેલ રોહિત શર્માને સચિને આપી જર્સી ભેટ
હૈદરાબાદ, તા 28 

દીગજજ બેટ્સમેન સચિન તેંડુલકર એ બુધવારે મુંબઈ ઈન્ડિયન્સ માટે 200મી મેચ રમી રહેલ રોહિત શર્માને 200 નંબર લખેલ જર્સી ભેંટ આપેલ છે.IPLની આઠમી મેચમાં જ્યારે હૈદરાબાદ સામે મેદાનમાં ઉતર્યો ત્યારે રોહિત શર્મા મુંબઈ માટે પોતાની 200મી મેચ રમનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. મેચ પહેલા સચિને રોહિતને 200 નંબરની જર્સી આપી અને તેની શાનદાર કારકિર્દી માટે અભિનંદન પાઠવ્યા હતા. આ મેચ પહેલા રોહિતે IPLમાં 244 મેચમાં 6,254 રન બનાવ્યા છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj