વડોદરા:
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં ગત મોડીરાત્રે આગનો બનાવ બન્યો હતો. આ આગ પ્લાસ્ટીક કંપનીમાં લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. પ્લાસ્ટીકની કંપનીમાં આગ લાગતા આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
સાવલી જીઆઈડીસીમાં અવારનવાર આગના બનાવો સામે આવતા હોય છે. ગતરાત્રે 11.30 કલાકે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે, કે.બી.પ્લાસ્ટીક નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે.
આ કોલ મળતા જ ઈઆરસી ફાયર સાથે ટીપી 13 અને દાંડિયાબજાર ફાયર સ્ટેશનની ટીમો ચાર ગાડીઓ સાથે પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આગ પ્રચંડ હોવાથી ફાયર વિભાગને ભારે જહેમત બાદ વહેલી સવારે આગ પર કાબૂ મેળવ્યો હતો.
પ્રાથમીક માહિતી મુજબ, આ કંપનીમાં પ્લાસ્ટીકનો વિવિધ સ્ક્રેપ પડેલો હતો અને તેમાંથી દાણા બનાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગના બનાવને લઈ કોઈ જાનહાની થઈ નથી. પરંતુ કંપનીનો સંપૂર્ણ શેડ બળીને ખાક થઈ ગયો છે અને કંપનીને મોટાપાયે નુકશાન થયું હતું.
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દુર દુર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy