હવે ઈન્સ્ટાગ્રામથી ફ્રોડ: સસ્તો આઈફોન, બીટકોઈનમાં રોકાણ, ક્રિપ્ટો કરન્સીની સાઈટ ખોલતા જ રૂપિયા ગાયબ

Crime | Rajkot | 03 July, 2024 | 03:21 PM
તમારા પૈસા અમારા એકાઉન્ટમાં જમા થઈ ગયા છે તેમજ હોટલ બુકીંગ સહિતના નામે સાયબર ફ્રોડ: એ ડીવીઝન પોલીસે સાત અરજદારના કુલ રૂપિયા 1.28 લાખ પરત કરાવ્યા
સાંજ સમાચાર

રાજકોટ,તા.3
સાયબર ગઠીયાઓ દરરોજ અપડેટ થઈ રહ્યા છે. હવે સોશ્યલ મીડીયામાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ મારફતે પણ લોકો સાથે ફ્રોડ આચરી રૂપિયા પડાવી લેતા હોય છે ત્યારે શહેરમાં સાત લોકો સાથે અલગ અલગ રીતે ઓનલાઈન રૂપિયા પડાવી લેવાના બનાવ સામે આવતા એ ડીવીઝન પોલીસે સાતેય અરજદારોના કુલ રૂા.1.28 લાખ પરત કરાવ્યા હતા.

શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાએ સાયબર ફ્રોડથી રૂપિયા ગુમાવેલ હોય તે અરજદારોના રૂપિયા પરત અપાવવાની આપેલ સૂચનાથી એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ, કોન્સ. અમીતકુમાર અને મનીષભાઈએ અલગ અલગ સાત અરજદારોના રૂપિયા 1.28 લાખ પરત કરાવ્યા હતા.

જેમાં અરજદાર અજયભાઈ મનસુખભાઈ શિયાળ એ ઈન્સ્ટાગ્રામના માધ્યમથી રૂપિયા 9 હજારમાં આઈફોન 14 પ્રો મેકસ ખરીદવાની લોભામણી જાહેરાતમાં આવી રૂપિયા ગુમાવતા તેમને રૂા.9000 પરત કરાવેલ હતા. જયારે અરજદાર મૌલીકભાઈ વોરાના ક્રેડીટ કાર્ડમાંથી સાયબર ફ્રોડ થતા તેના રૂા.12 હજાર પરત કરાવેલ હતા.

અરજદાર ઢાલુમુલ ઈજવાણીની પોતાની કરિયાણાની દુકાનમાં ગ્રાહક બનીને કોઈએ માલસામાનનો ઓર્ડર આપી પેમેન્ટ કરેલ અને કહેલ કે ભુલથી વધારે પેમેન્ટ થઈ ગયેલ છે અને વધારાના પૈસા પરત માંગી ફ્રોડ આચરતા તેમને રૂા.26600 પરત કરાવેલ હતા.

અરજદાર અક્ષર વાઢેર એ ફેસબુક મારફતે ક્રિપ્ટો કરન્સીની સાઈટમાં પૈસા કમાવવાની લાલચમાં રોકાણ કરતા ફ્રોડનો ભોગ બન્યો હતો જેમાં રૂા.10319 પરત કરાવેલ હતા.

અરજદાર શિલ્પેશ થારને સાથે હોટલ બુકીંગના નામે સાયબર ફ્રોડ થતા રૂા.14180 પરત કરાવેલ તેમજ અરજદાર ધવલભાઈ સિતાપરાએ ઈન્સ્ટાગ્રામના માધ્યમથી બીટકોઈનમાં રોકાણ કરી લાલચમાં પૈસા ગુમાવતા પોલીસે તેમને રૂા.40000 પરત કરાવેલ હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj