રાજકોટ તા.3
લોધીકાના પ્રિન્સીપાલ સીવીલ જજે લોધીકાની કિંમતી જમીનમાં હકક હીસ્સા બાબતે વાદીએ કરેલ દાવામાં પ્રતિવાદીની તરફેણમાં દાવા વિષયક ખેતીની જમીનના વેચાણ સામે મનાઈ હુકમની માંગણીને રદ કરેલ છે.
આ કેસની હકીકત એવી છે કે, લોધીકાની જુની શરતની ખેતીની જમીન મુળ ખાતેદારના નામે આવેલ હતી. આ જમીન તા.21/4/2004થી પ્રતિવાદી પ્રાગજીભાઈ મોહનભાઈના ખાતે આવેલ છે અને સમય જતા તેઓએ જમીનનું વેચાણ બીપીન મનસુખભાઈ ખુંટને કરેલ છે. આ કેસની વાદી જીવતીબેન નાથાભાઈ રાંક એ 19 વર્ષના સમયગાળા બાદ જમીનમાં પોતાનો હકક છે.
તેવી માંગણી બાબત જમીનના મુળ માલીક તેમજ વેચાણ રાખનાર સામે સીવીલ કોર્ટમાં દાવો દાખલ કરતા વાદીનો દાવો પ્રાઈમા ફેસી કેસ ન હોય તેમજ બેલેન્સ ઓફ ક્ધવીનીયન્સ પ્રતિવાદીની તરફેણમાં હોય વાદીની મનાઈ હુકમની માંગને ફગાવી દેતો હુકમ સિવિલ કોર્ટ દ્વારા કરેલ છે.
પ્રતિવાદી તરફે એડવોકેટ રક્ષિત રૈયાણીએ ધારદાર દલીલો તેમજ સુપ્રીમકોર્ટ તેમજ હાઈકોર્ટના ચુકાદા ટાંકી કરેલ રજુઆત કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખી મનાઈ હુકમની અરજ સીવીલ જજે રદ કરેલ છે. આ દાવામાં પ્રતિવાદીની એડવોકેટ રક્ષિત રૈયાણી રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy