મુંબઇ, તા.28
સલમાન ખાને અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફની આગામી ફિલ્મ ‘બડેમિયા છોટેમિયા’ના ટ્રેલર પર રિએકશન આપ્યું છે. સલમાને તેના એક્સ એકાઉન્ટમાં ટ્રેલર શેર કરીને લખ્યું છે - અક્કી અને ટાઇગરને શુભકામનાઓ, આ ફિલ્મ ખૂબ જ હિટ થશે.
ટ્રેલર ખૂબ પસંદ આવ્યું અને અલી, આ ફિલ્મથી આપે ‘ટાઇગર’ અને ‘સુલતાન’નો રેકોર્ડ તોડવાનો છે. આશા છે કે હિન્દુસ્તાનને આપ અને આપને હિન્દુસ્તાન ઇદી આપશે.
આ પોસ્ટ પર અક્ષયકુમારે રિએકશન આપતા લખ્યું - થેન્ક્યુ સલમાનભાઇ, ટાઇગર જિંદા થા ઔર રહેગા પણ આશા રાખીએ છીએ કે અલીનો જાદુ ‘બડેમિયા છોટેમિયા’ની સાથે દર્શકોનું ખુબ જ મનોરંજન કરશે.
ડાયરેક્ટર અલી અબ્બાસ જફરે સલમાન ખાન સાથે અનેક બ્લોક બસ્ટર ફિલ્મો આપી છે. તેમાં 2016માં રિલીઝ થયેલી ‘ટાઇગર જિંદા હૈ’ સામેલ છે.
‘બડેમિયા છોટેમિયા’માં અક્ષય અને ટાઇગરે ભારતીય સેનાના અધિકારીઓની ભૂમિકા ભજવી છે જે એક મિશન પર નીકળ્યા છે. તેમાં સોનાક્ષીસિંહા, માનુષી છિલ્લર પણ ચમકી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy