♦ રોમાંચક મેચ જોવા માટે 90 હજારથી વધુ દર્શકો મેદાનમાં પહોંચ્યા હતા
સિડની, તા 28
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) પોતાના દેશમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચનું આયોજન કરવા માંગે છે. તેણે કહ્યું છે કે જો BCCI અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એકબીજાને રમવા માટે સંમત થાય તો તે હોસ્ટ કરવા માટે તૈયાર છે.
મેચ અગાઉ પણ થઈ હતી:
CA ચીફ એક્ઝિક્યુટિવ નિક હોકલીએ બુધવારે ફરીથી ભારત-પાકિસ્તાન મેચને લઈને તેમની ઈચ્છાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેણે કહ્યું કે, 2022માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત-પાક મેચનું આયોજન મેદાન પરની સૌથી યાદગાર ક્ષણોમાંની એક હતી.
મંગળવારે સીએના શિડ્યુલિંગ હેડ પીટર રોચે જણાવ્યું હતું કે જો ભારત અને પાકિસ્તાનના બોર્ડ ઈચ્છે તો ત્રિકોણીય શ્રેણીનું આયોજન કરી શકે છે જેમાં ત્રીજી ટીમ ઓસ્ટ્રેલિયા હશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy