માઈક્રોસોફટના સ્થાપક ટેકનોલોજી જાયન્ટ-દિલ્હીમાં: વડાપ્રધાન સાથે જીવંત સંવાદ

અમારે ત્યાં બાળક જન્મ સમયે ‘આઈ’ સાથે AI પણ બોલે છે: મોદીને મળતા બિલગેટસ

India, World, Technology | 29 March, 2024 | 11:14 AM
◙ ટેકનોલોજીને હું કોઈનો એકાધિકાર બનવા દઈશ નહી : ભારતની ડિજીટલ ક્રાંતિ પર વિશ્વ દંગ છે
સાંજ સમાચાર

◙ એક સમયે સાયકલ ચલાવતા આવડતું નહીં તે આજે ડ્રોન ઉડાડે છે: લખપતિદીદી અંગે ગેટસને જણાવ્યું

◙ અનેક ક્ષેત્ર પર વાતચીત: મોદીને મળવું હંમેશા પ્રેરણાદાયક હોય છે: ગેટસની પોષ્ટ

નવી દિલ્હી: ટેકનોલોજી સૌના માટે અને સરળ હોવી જોઈએ અને હું ભારતમાં તે નિશ્ચિત કરવા જઈ રહ્યો છું કે ભારતમાં ભવિષ્યમાં કોઈ ડિજીટલ-ડિવાઈડની સ્થિતિ અને નહી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક કંપની માઈક્રોસોફટના સ્થાપક તથા હાલમાં વ્યાપક બનેલા આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સમાં ચેટ જીપીટી સહિતના ટુલ્સથી જાણીતી બનેલી કંપનીના સહસ્થાપક બિલ ગેટસ સાથે એક મુલાકાતમાં આ શબ્દો કહેતા જણાવ્યું કે ભારતમાં જેને એક વખત સાયકલ ચલાવતા આવડતું ન હતું તેઓ આજે ડ્રોન ઉડાડે છે.

હાલમાં જ ભારતની મુલાકાતે આવેલા શ્રી બિલ ગેટસ સાથે વડાપ્રધાન અનેક વિષયો પર સંવાદ કર્યો હતો. શ્રી ગેટસે પણ ભારતમાં જી.20ના આયોજન સહિતના મુદાઓ પર પ્રશંસા કરી હતી. બન્ને વચ્ચે એઆઈ ઉપરાંત ડિજીટલ ક્રાંતિ, આરોગ્ય સુવિધા, કૃષી, નારી શક્તિ કલાઈમેટ ચેંજ પર પણ વાતચીત થઈ હતી.

શ્રી મોદીએ કહ્યું કે, અમોએ ટેકનોલોજીને લોકતાંત્રીક બનાવી દીધી છે. હું જયારે ઈન્ડોનેશિયા જી.20 બેઠકમાં આવ્યો તો બધાને એ જાણવામાં ઉત્સુકતા હતી કે તમો આ ડિજીટલ ક્રાંતિ લાવ્યા કઈ રીતે! તે સમયે મે કહ્યું કે ટેકનોલોજી સૌના માટે અને સરળ હોય તે નિશ્ચિત કર્યુ હતું.

ટેકનોલોજી પર કોઈનો એકાધિકાર રહેવો જોઈએ નહી તે જનતાની સાથે અને જનતા જ તેનો ઉપયોગ કરશે અને તે લોકોમાં જે પ્રતિભા ઉભરે છે તેમાં મુલ્ય વૃદ્ધિ કરશે.
મહિલાઓ ટેકનોલોજીને બહુ ઝડપથી સ્વીકારે છે એ તમો ડ્રોન દીદી મારફત ત્રણ કરોડ મહિલા અને લખપતિ દીદી બનાવવા નિર્ણય લીધો છે.

મોદીએ કહ્યું કે, ડિજીટલ પ્લેટફોર્મની એ કમાલ છે. હું બાળકો સુધી શ્રેષ્ઠ શિક્ષણ પહોંચે તે જોવા માંગુ છું. શિક્ષકોની જે કમી છે તે હું ટેકનોલોજીની મદદથી પુરી કરવા માંગુ છું. તેમનો રસ વિઝયુલ અને વાર્તા સાંભળવામાં છે. હું એ તરફની કન્ટેન્ટ બનાવવા જઈ રહ્યો છું.

શ્રી મોદીએ કહ્યું કે, અમારે ત્યાં બાળક જન્મ લે તે સમયે આઈ અને એઆઈ (આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સ) બન્ને બોલે છે. ભારતની મુલાકાતે મંગળવારે આવેલા શ્રી બિલ ગેટસએ વિદેશમંત્રી એસ.જયશંકર અને આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાને મળ્યા હતા અને ઓડિસા પહોંચીને આ રાજયના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી હતી.

શ્રી મોદીએ કોરોનાકાળમાં જે રીતે કોવીન એપ મારફત લોકોએ સારવાર મેળવી તેની પણ ચર્ચા કરી હતી અને દુર દુરના ગામડાઓમાં પણ જે રીતે ટેલીમેડીસીનની સારવાર થાય છે તેનો ઉલ્લેખ કર્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj