નવીદિલ્હી,તા.24
દિલ્હીમાં લોકસભા ચૂંટણી 2024ની વોટિંગ પહેલા દિલ્હી યુનિવર્સિટીના કોલેજની દિવાલો પર વિવાદિત સૂત્રો લખવામાં આવ્યા છે. દિવાલો પર ચૂંટણી બહિષ્કાર કરવાની વાત કહેવામાં આવી છે. આ મામલે દિલ્હી પોલીસે બે FIR નોંધી છે. પોલીસે આ વિશે જાણકારી આપી છે.
દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસની દિવાલો પર ઘણા સ્થળે લાલ રંગથી બોયકોટ ઈલેક્શનના સૂત્રો લખવામાં આવ્યા છે. શનિવારે 25 મે એ દિલ્હીની તમામ સાત લોકસભા બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થવાનું છે.
આ દરમિયાન દિલ્હી યુનિવર્સિટીથી એફિલિએટેડ કોલેજોમાં અજાણ્યા નંબરથી કોલ કરવામાં આવ્યો અને કોલેજને બોમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી છે. માહિતી મળતા જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી અને આ કોલ નકલી છે તેવી જાણ થઈ. કેમ્પસમાં કોઈ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy