‘મને ક્ષત્રિયો ધમકી આપે છે, પ્રોગ્રામ નહિ કરવા દઈએ’ હકાભાએ કહ્યું-મારી પાસે 100 કરોડ નથી, ડાયરાના 25000 માંડ મળે છે

Gujarat | Rajkot | 02 May, 2024 | 04:54 PM
મારી પાસે ફોર્ચ્યુનર ગાડી છે પણ તેના પર લોનના હપ્તા બાકી છે : અગર 100 કરોડની સંપતિ હોય તો સરકારને ખબર જ હોય : મે કહ્યુ હતું કે "ધારો કે 100 કરોડની સંપતિ" - કોઈએ ધારો કે શબ્દ કાઢી નાખ્યો .. : હકાભાઈ
સાંજ સમાચાર

રાજકોટ : રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો અંગે કરેલી ટિપ્પણીનો વિવાદ હજુ પણ શાંત થયો નથી. આ વિવાદ રાજકારણની સાથે સાથે હવે ડાયરાના કલાકારો વચ્ચે પહોંચ્યો છે.

તાજેતરમાં જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ક્ષત્રિય આગેવાન સાથેની એક ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે. આ ઓડિયોમાં તેઓ ક્ષત્રિય વ્યક્તિને કહે છે કે, હું 100 કરોડની પ્રોપર્ટી લઈને બેઠો છું. ઇડીની રેડ પડે તો મારે હિસાબ કેવી રીતે દેવો? એનો મારી પાસે હિસાબ જ નથી. મારી પાસે કેટલી પ્રોપર્ટી હશે? અમે બીજેપીમાં ઘરી ગયા છીએ. કેવી રીતે બોલીએ?

હકાભાઈનો ખુલાસો 
આ સમગ્ર વિવાદ અંગે હકાભા ગઢવીએ જણાવ્યું કે, મારો જે ઓડિયો વાઈરલ થયો છે તે ધોળકાની બાજુમાં આવેલા કોઠ ગામના રાજભા ગોહિલ સાથેની વાતચીત હતી. રાજપૂત સમાજ સાચો છે એવું હું નહિ કોઈ કલાકાર બોલતું નથી. શું કામ નથી બોલતા એ ખબર નથી. મેં એવું કહ્યું હતું કે ધારો કે મારી પાસે 100 કરોડ હોય તો, પરંતુ મેં જેની સાથે ભરોસાથી વાત કરી એણે ’ધારો કે’ કાપી નાખ્યું અને 100 કરોડ કરી નાખ્યું એટલે એ અમુક શબ્દો કાપીને ઓડિયો ફરતી કરી છે.

સંપત્તિ હોય તો સરકારને બધી ખબર હોય એક એક વ્યક્તિના ખાતાની એ તપાસ કરાવી શકે. મારા ખાતામાં કેટલા પૈસા છે સરકારને ખબર જ હોય. હું તાજેતરમાં જ એક બે મહિના પહેલાં જ સંગીત એકેડેમીમાંથી ભાજપમાં કાર્યકર તરીકે જોડાયો છું. સંપત્તિ બચાવવા ભાજપમાં જોડાયા છો એ સવાલના જવાબમાં હકાભા ગઢવી કહે છે કે, ના...ના... સંપત્તિ કંઈ છે જ નહીં.. મને ક્ષત્રિય ફોન કરી કરીને હેરાન કરે છે અને ધમકીઓ આપે છે કે અમારા સમાજની ફેવરમાં બોલો નહીં તો કાર્યક્રમ નહીં કરવા દઈએ. પ્રોગ્રામ નહીં કરવા દઈએ જ, મને ધમકી આપી છે.

બધાએ પોતાની લડાઈ જાતે જ લડવી પડે 
’હું મારા સમાજ પૂરતો જ વ્યક્તિ છું. કોઈ સમાજના વિવાદમાં મારે પડાય જ નહીં. અમે કોઈને કીધું નથી કે અમારા સમાજને તમારી જરૂર છે તો મદદ કરો વચ્ચે પણ અમારે માથાકૂટ થઈ હતી. તો અમે અન્ય કોઈ સમાજ પાસે મદદ માંગી નથી. આ સૌનો વ્યક્તિગત પ્રશ્ન છે. સૌની વ્યક્તિગત લડાઈ છે અને લડવાની હોય હું કોઈ પાસે મદદ માંગવા ગયો નથી. મેં કોલ પણ નથી કર્યો કે મારી મદદમાં આવો, શું કરવા ફોન કરું અમારી લડાઈ અમારે જાતે લડવાની હોય

 

’હું તો હાસ્ય કલાકાર છું ઇતિહાસનો માણસ નથી. અભણ વ્યક્તિ છું મને વાંચતા પણ આવડતું નથી. મને કોઈ આવા ઈતિહાસની ખબર પણ નથી. જો મને વાંચતા આવડતું હોય તો હું ડાયરાનો કલાકાર નહીં કલેક્ટર હોત’ : હકાભા ગઢવી

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj