SSC નું પરિણામ તા.15 ની આસપાસ જાહેર થવાની સંભાવના

ધો.10 ના પરિણામમાં વિલંબ થતા ડીપ્લોમાં પ્રવેશનો નવો કાર્યક્રમ જાહેર, હવે તા.13 જૂન સુધી રજિસ્ટ્રેશન થશે

Gujarat | Ahmedabad | 02 May, 2024 | 12:17 PM
તા.24 જૂને પ્રોવિઝનલ મેરીટ જાહેર થશે, 24 થી 27 સુધી મોક રાઉન્ડના પરિણામ સાથે ફાઇનલ મેરીટ જાહેર કરાશે
સાંજ સમાચાર

અમદાવાદ, તા.2
ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના પરિણામો હવે ચૂંટણી બાદ જાહેર થવાના છે ત્યારે ધોરણ 10ના પરિણામમાં વિલંબ થતા ધોરણ 10 પછીના પ્રથમ વર્ષ ડિપ્લોમા ઈજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને રજિસ્ટ્રેશન મુદત લંબાવીને નવો પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

જે મુજબ રજિસ્ટ્રેશન હવે 13મી જૂન સુધી ચાલશે. પ્રોવિઝનલ મેરિટ 24 જૂને જાહેર થશે અને 24થી 27 જૂન મોક રાઉન્ડના પરિણામ સાથે ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર થશે. 1લીથી 5 જુલાઈ સુધી પ્રથમ રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ થશે. 9 મી જુલાઈએ પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર થશે.

ધોરણ 10 પછીના ડિપ્લોમા ઈજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઓનલાઈન સેન્ટ્રલાઈઝ્ડ પ્રક્રિયા અંતર્ગત પ્રવેશ સમિતિ દ્વારા આ વર્ષે વહેલી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

અગાઉ જાહેર કરવામાં આવેલા પ્રવેશ કાર્યક્રમ મુજબ ડિપ્લોમાં ઈજનેરી પ્રથમ વર્ષ પ્રવેશ માટે 15 મે સુધી રજીસ્ટ્રેશન મુદત હતી. પરંતુ 30 મી એપ્રિલ સુધીના 15 દિવસમાં ડિપ્લોમા માટે 768 વિદ્યાર્થીઓનું જ રજિસ્ટ્રેશન થયું છે.

ધોરણ 10નું બોર્ડ પરીક્ષા પરિણામ પણ હવે ચૂંટણી બાદ 15 મી મેની આસપાસ જાહેર થાય તેવી સંભાવના છે. જેથી રજિસ્ટ્રેશન મુદત લંબાવીને પ્રવેશ કાર્યક્રમમાં ફેરફાર કરવો પડે તેમ હોય પ્રવેશ સમિતિ દ્વારા નવો પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

અગાઉ 6ઠ્ઠી જૂન પ્રથમ રાઉન્ડ એલોટમેન્ટ થનાર હતું. હવે નવા કાર્યક્રમ મુજબ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ 9 થી 12 જુલાઇ દરમિયાન ફી ભરીને પ્રવેશ ક્ધફર્મ કરવાનો રહેશે. આમ ડિપ્લોમા ઈજનેરી પ્રવેશ પ્રક્રિયા એક મહિના પાછી ઠેલાય છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj