બેઈજિંગ,તા.13
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવિષ્ટ ચીનના લોકપ્રિય પર્યટન સ્થળના ટોઈલેટમાં ટાઈમર લગાવવામાં આવ્યા છે.જેના કારણે અહીં આવતા પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.તેમની આકરી ટીકા થઈ રહી છે.તેની તસ્વીર ચાઈનીઝ સોશિયલ મીડિયા અને ન્યુઝ વેબસાઈટ્સ પર શેર કરવામાં આવી હતી.
પ્રવાસીઓએ નિંદા કરી છે કે શૌચાલયનો ઉપયોગ કરવા માટે સમય મર્યાદા નકકી કરવામાં આવી છે. ચિત્રમાં મહિલાઓના શૌચાલયની ઉપર ડિજિટલ ટાઈમર દેખાય છે. બધા શૌચાલયનો દરવાજો બંધ થયા પછીનો સમયગાળો દર્શાવે છે.તેમ અહીના સ્ટાફે જણાવ્યું હતું.
આ પ્રવાસીઓની અસુવિધા માટે નહીં પરંતુ ભારે ભીડને ધ્યાનમાં રાખીને તેમની સુવિધા માટે લાદવામાં આવ્યો છે, જેથી તેઓ જાણી શકે કે દરવાજો કેટલો સમય બંધ છે. અને કયારે ખુલવાની શકયતા છે.શાંકસી પ્રાંતના ડેટોંગ શહેરમાં યુગાંગ ગ્રોટોઝની દર વર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાત લે છે. અહીં 252 ગુફાઓમાં 51,000 બુદ્ધની મૂર્તિઓ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy