મીઠાપુર વિસ્તારમાં મહિલાના ઘર પર મહિલાઓ સહિત 15 જેટલા શખ્સો દ્વારા હુમલો: ફરિયાદ

Crime | Jamnagar | 28 June, 2024 | 12:05 PM
આરોપીઓ દ્વારા હુલ્લડ કરી મહિલા પર નિર્લજ્જ હૂમલો કર્યો
સાંજ સમાચાર

(કુંજન રાડીયા)
જામ ખંભાળિયા, તા.28
ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં રહેતા એક મહિલાના ઘરે આશરે 15 જેટલા શખ્સોએ એકસંપ કરી અને હુલ્લડ મચાવ્યું હતું. આરોપીઓ દ્વારા એક મહિલાને નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ કરી, ધોકા વડે હુમલો કરવા સબબ મીઠાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આ સમગ્ર પ્રકરણ અંગે સુરજકરાડી વિસ્તારમાં રહેતા એક મહિલાએ જાહેર કરેલી વિગત મુજબ સુરજકરાડી વિસ્તારમાં રહેતા માયાભાઈ વારસાકીયા, મંજુબેન વારસાકીયા, દેવીબેન વારસાકીયા, વિજય વારસાકીયા, પૂજાબેન વારસાકીયા, રાહુલ વારસાકીયા, હંસાબેન વારસાકીયા, રવિ વારસાકીયા, વૈશાલીબેન વારસાકીયા તેમજ તેઓ સાથે ધસી આવેલા અન્ય છ અજાણ્યા શખ્સોએ પોતાનો સમાન ઈરાદો બર લાવવા માટે ગુનાહિત મંડળી રચી, આરોપીઓ દ્વારા ફરિયાદી પરિવારજનોને હેરાન પરેશાન કરવાના ઇરાદાથી તેઓના ઘરમાં અપપ્રવેશ કર્યો હતો.

આશરે 15 જેટલા શખ્સોએ ફરિયાદી મહિલાના ઘરે હુલ્લડ મચાવી, મહિલા, તેણીના પતિ તેમજ પુત્ર-પુત્રવધુને બેફામ માર માર્યો હતો. આ ઉપરાંત આરોપી રાહુલ વારસાકીયાએ ફરિયાદી મહિલાના પુત્રવધુને નિર્વસ્ત્ર કરવાના ઇરાદાથી તેણીના છાતીના ભાગે હાથ નાખી, ચુંદડી ખેંચી અને ગાઉન ફાડી નાખ્યું હતું.

જ્યારે અન્ય આરોપીઓએ ફરિયાદી પરિવાર ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર પ્રકરણ અંગે મીઠાપુર પોલીસે મહિલાઓ તેમજ છ અજાણ્યા શખ્સો મળી, આશરે 15 જેટલા શખ્સો સામે આઈ.પી.સી. કલમ 354 (બી), 34, 143, 147, 149, 323, 452, 504, 506 (2), 114 તેમજ જી.પી. એક્ટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj