મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન ટીમ પેઇન ઇચ્છે છે કે મિશેલ માર્શ અને તેની ટીમ ઇંગ્લેન્ડને વર્લ્ડકપમાંથી બહાર કરવા માટે સ્કોટલેન્ડ સામેની અંતિમ ગ્રુપ મેચમાં ‘હેરાફેરી’ કરે.
વરસાદના કારણે મેચ રદ્ થયા બાદ અને ઓસ્ટ્રેલિયા સામેની મોટી હાર બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ મુશ્કેલીમાં મુકાઇ ગયું છે. સુપર એઇટમાં સ્થાન મેળવવાનો તેનો માર્ગ સરળ નથી.
ઓસ્ટ્રેલિયા પહેલા જ સુપર એઇટમાં જગ્યા બનાવી ચૂક્યું છે.
મેં છેલ્લા કેટલાક દિવસોમાં આ અંગે લોકો સાથે વાત કરી છે. હું ગંભીર છું,
ઇંગ્લેન્ડ હાલમાં એક પોઇન્ટ અને માઇનસ 1.800 રેટ સાથે ગ્રુપ-બીમાં ચોથા સ્થાને છે.
તેની બે મેચ બાકી છે જો તેઓ બંને મેચ જીતી જાય તો પણ તેઓ સ્કોટલેન્ડને પોઇન્ટ પર પાછળ છોડી શકશે નહીં જે પાંચ પોઇન્ટ અને પ્લસ 2.164 રનરેટ સાથે બીજા સ્થાને છે.
સુપર એઇટમાં પહોંચવા માટે, જોસ બટલરની ટીમને બંને મેચો મોટા માર્જિનથી જીતવી પડશે અને આશા છે કે ટોચની ક્રમાંકિત ઓસ્ટ્રેલિયા સ્કોટલેન્ડને મોટી હાર આપે છે જેથી સ્કોટલેન્ડનો તેનો રનરેટ ઘટી જાય.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy