રાજકોટ,તા.7
મુંબઈ શેરબજારમાં તેજીની હેટ્રીક થઈ હોય તેમ આજે સતત ત્રીજા દિવસે જોરદાર તેજી થઈ હતી. સેન્સેકસ 1600થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે નવી ઉંચાઈએ પહોંચી ગયો હતો. બીએસઈનું માર્કેટકેપ 423.50 લાખ કરોડે પહોંચી ગયું હતું. સપ્તાહના પ્રથમ દિવસે ગત સોમવારે સેન્સેકસે નવી ઉંચાઈ સર્જી હતી અને આજે સપ્તાહના છેલ્લા દિવસે ફરી નવી ટોચ પર પહોંચી ગયો હતો.
શેરબજારમાં ચુંટણીના પરિણામના દિવસે સર્જાયેલા પ્રચંડ કડાકાનો ગભરાટ સંપૂર્ણ રીતે ગાયબ થઈ ગયો હોય તેમ બુધવારથી શરૂ થયેલો તેજીનો નવો દોર આજે સતત ત્રીજા દિવસે આગળ ધપ્યો હતો. અમેરિકાના આર્થિક ડેટા નબળા આવ્યા હોવા છતાં કોઈ કારણ ડિસ્કાઉન્ટ કરીને માર્કેટ વનવે તેજીમાં આગળ ધપતુ રહ્યું હતું.
શેરબજારમાં આજે તમામે તમામ ક્ષેત્રોના શેરોમાં ઉછાળો રહ્યો હતો. મુંબઈ શેરબજારનો સેન્સેકસ 1630 પોઈન્ટના ઉછાળાથી 76703 હતો જે ઉંચામાં 76795ની નવી ટોચે પહોંચ્યો હતો. સેન્સેકસ નીચામાં 74941 હતો.
નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 467 પોઈન્ટ વધીને 23289 હતો. જે ઉંચામાં 23320 અને નીચામાં 22789 હતો. નીફટીની ઉંચાઈ સોમવારે 23338ની બની હતી જેમાં થોડુ અંતર રહી ગયું હતું.
બીએસઈમાં આજે 3949 શેરોમાં ટ્રેડીંગ થયું હતું તેમાંથી 2883માં સુધારો હતો. 356 શેરોમાં સીધી સર્કીટ લાગી હતી ત્યારે 190 શેરો વર્ષની ઉંચાઈએ પહોંચ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy