ટી-20 વિશ્વકપ ડાયરી

હેઝલવુડે કહ્યું કે, તે થોડું વિચિત્ર છે કે સુપર-8માં સારા રનરેટનું કોઇ મહત્વ નથી

India, World, Sports | 13 June, 2024 | 04:46 PM
સાંજ સમાચાર

નોર્થ સાઉન્ડ: ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે ટી-20 વર્લ્ડકપના ફોર્મેટ પર સવાલો ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે તે વિચિત્ર છે કે સુપર-8 સ્ટેજમાં તેની ટીમના શ્રેષ્ઠ રનરેટથી કોઇ ફરક પડતો નથી. આ વખતે વર્લ્ડકપમાં 20 ટીમો ભાગ લઇ રહી છે જેને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી બે ટીમ સુપર-8માં પહોંચશે જ્યાં તેમને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપમાં ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. હેઝલવુડે કહ્યું, વાસ્તવમાં તે થોડું વિચિત્ર છે. આ એક એવું ફોર્મેટ છે કે તમે પ્રથમ તબક્કામાં ગમે તેટલું સારું પ્રદર્શન કરો અથવા જો તમે જીતતા જ રહો અને વધુ સારા નેટ રનરેટ સાથે આગળ વધો તો પણ સુપર-8માં કોઇ ફરક પડતો નથી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj