નવી દિલ્હી :
કાળઝાળ ગરમી વચ્ચે મે મહિનામાં એર કંડીશનરના વેચાણમાં લગભગ બમણો વધારો થયો છે. મુખ્ય એ.સી. ઉત્પાદકો ઓછી ઉર્જા વપરાશ મોડલના સ્ટોકમાં અછતની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વધતી માંગને કારણે ઉત્પાદકોને એ.સી. લગાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી સહિત અનેક સ્થળોએ તાપમાન 45 ડિગ્રીથી ઉપર છે.
વેચાણમાં 30થી 35 ટકા વૃધ્ધિ
વોલ્ટાસ, એલ.જી., ડાઇકીન, પેનેસોનિક અને બ્લુ સ્ટાર જેવી મોટી બ્રાન્ડસે મે મહિનામાં મજબુત વેચાણ જોયુ અને ઉદ્યોગને 2024માં ગયા વર્ષની સરખામણીમાં તેમના વેચાણમાં 30થી 35%ની એકંદર વૃધ્ધિની અપેક્ષા છે. વોલ્ટાસના મેનેજિંગ પ્રદીપ બક્ષીએ જણાવ્યું હતું કે મે મહિનામાં કંપનીનું સ્થાનિક એ.સી. વેચાણ બમણું થયું છે. એવી અપેક્ષા છે કે એપ્રિલ જુન કવાર્ટરના બાકીના સમયગાળામાં પણ હકારાત્મક રીસ્પોન્સ ચાલુ રહેશેે.
વર્ષના પ્રથમ છ મહિનામાં 20 લાખ એસી યુનિટ વેચાણના આંકડા હાંસલ કરવાની અપેક્ષા છે. તેવી જ રીતે એલ.જી. ઇલેકટ્રોનિકસ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે સ્થાનિક એ.સી. બિઝનેસમાં ઝડપી વૃધ્ધિ જોઇ રહ્યા છે અને માંગમાં અનેકગણો વધારો થયો છે અને છેલ્લા પાંચ વર્ષના રેકોર્ડને વટાવી રહ્યા છે.
બ્લુ સ્ટારના મેનેજિંગ ડિરેકટર વી. થિયાગરાજને જણાવ્યું હતું કે, માર્ચના સ્થાનિક એ.સી. ઉદ્યોગમાં 40 ટકાનો વધારો થયો છે. ચૂંટણીને કારણે બજારમાં થોડી વધઘટ થયાની સંભાવના હતી. પરંતુ તેમ થયું નહીં. ઉદ્યોગ માટે આ સુવર્ણ સમયગાળો છે. "જો આપણે એ વિશે વાત કરીએ તો ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ વેચાણમાં 100 ટકાની અદભુત વૃધ્ધિ છે. આ સીમાચિન્હ ખાસ કરીને મહત્વપૂર્ણ છે.- પ્રદીપ બક્ષી, મેનેજીંગ ડિરેકટર, વોલ્ટાસ”
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy