નવી દિલ્હી, તા. 7
આ વર્ષે ભારે ગરમીને કારણે સમગ્ર દેશમાં રૂમ એર-કંડિશનરની માંગમાં વધારો થયો છે, જે આશરે 140 લાખ યુનિટ જેટલા વાર્ષિક વેચાણને સ્પર્શી જશે એમ ક્ધઝયુમર ઇલેકટ્રોનિકસ એન્ડ એપ્લાયન્સીસ મેન્યુફેકચરર્સ એસોસીએશન (સીઇએએમએ)ને જણાવ્યું હતું.
એસોસીએશનના પ્રમુખ સુનીલ વાછાણીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગે મે મહિનામાં એર-કંડિશનરનું રેકોર્ડ-બ્રેકિંગ વેચાણ નોંધાવ્યું છે અને ઉનાળામાં જ વોલ્યુમ વૃધ્ધિમાં 30થી 40 ટકાના વધારાની અપેક્ષા છે. વધતા તાપમાન અને ગરમીના તરંગોએ હવે શહેરી વિસ્તારોના ઘરોમાં એસી એ જગા બનાવી છે. ભારતીય એસી બજાર પણ ઉર્જા-કાર્યક્ષમ મોડેલો દ્વારા વિસ્તરી રહ્યું છે.
જેમાં સ્થાનિક કંપનીઓ દ્વારા રોકાણ વધારવામાં આવ્યું છે. જેમ જેમ બજાર વિકસીત થઇ રહ્યું છે તેને જોતાં આ વર્ષે એસીનું વેચાણ 140 લાખ યુનિટસને સ્પર્શવાની આશા રાખીએ છીએ, જે સેકટરના મજબુત વિસ્તરણને સુચિત કરે છે. ભારતીય રેસીડેન્શિયલ એસી માર્કેટનું કદ આશરે 1 કરોડથી 1.1 કરોડ યુનિટસ રહેવાની અપેક્ષા છે.
દેશમાં આ સિઝનમાં રેકોર્ડ તાપમાન જોવા મળ્યું છે જયારે દિલ્હી-એનસીઆર સહિત કેટલાક સ્થળોએ તાપમાનનો પારો પ0 ડિગ્રી સેલ્સિયસને પણ વટાવી ગયો છે. વધતા તાપમાને જે દેશમાં દાયકાઓમાં સૌથી વધુ જોવા મળ્યું છે, તે કુલિંગ સોલ્યુશનની માંગમાં વધારો કર્યો છે.
આ ઉનાળામાં કુલિંગ એપ્લાયન્સીસની મજબુત માંગની સંભાવના કંપનીઓ જુવે છે. માર્ચથી મે સુધીમાં એસીના વેચાણમાં 103 ટકા અને રેફ્રીજરેટરના વેચાણમાં ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 30 ટકાનો વધારો થયો છે. કંપનીઓ એસીના વેચાણમાં 3પ-40 ટકા અને રેફ્રિજરેટરમાં 30 ટકા વૃધ્ધિની અપેક્ષા રાખે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy